Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વડોદરા:સોમા તળાવ વિસ્તારમાં પત્નીને લેવા ગયેલ પતિ-સસરા વચ્ચે જાહેરમાં મારામારી થતા પોલીસ ફરિયાદ

વડોદરા: સોમા તળાવ બ્રિજ પાસે બેંક કર્મચારી પતિ અને પત્ની તેમજ સસરા વચ્ચે છુટા હાથની જાહેરમાં મારામારી થતાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે.

માંજલપુરમાં દરબાર ચોકડી પાસે વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા અને કારેલીબાગ ખાતેની સેન્ટ્રલ કો.ઓ. બેંકમાં નોકરી કરતા તક્ષુકુમાર જગદીશભાઇ પટેલે પત્ની વૈશાલી અને સસરા અશોક છોટાલાલ વર્મા(રહે.રાઘવપુરા, તા.જી. વડોદરા) સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સોમાતળાવ બ્રિજ પાસે પેટ્રોલપંપની આગળ પિયરમાંથી આવતી પત્નીને લેવા માટે ઊભો હતો ત્યારે પત્ની સાથે આવેલા સસરાએ તું મારી દીકરીને બહું હેરાન કરે છે તેમ કહી અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું. આ વખતે પત્નીએ મારી ટી શર્ટ પકડી સસરાએ વાળ પકડી મને લાફા મારી ધમકી આપી હતી.

સામા પક્ષે વૈશાલી પટેલે તેના પતિ તક્ષુકુમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે બપોરે હું પિયરથી સાસરીમાં જવાની હોવાથી પતિને લેવા માટે સોમાતળાવ ખાતે બોલાવ્યા હતાં. મારા પિતા મને મૂકવા માટે આવ્યા હતા અને અમે ત્રણે બેઠા હતા ત્યારે મારા પિતાએ મારી દીકરીને હેરાન-પરેશાન ના કરતા સારી રીતે રાખજો તેમ કહેતા પતિ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને મને લાફો મારી દીધો હતો, આ વખતે મારા પિતા વચ્ચે પડતા તેમને પણ લાફા મારી ગરદાપાટું માર માર્યો હતો અને તમે બંને બહું બોલ બોલ કરો છો તેમ કહી ધમકી આપી હતી.

(5:52 pm IST)