Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં સોસાયટીમાં વૃદ્ધ દંપતીના ઘરને નિશાન બનાવી તસ્કરોએ સોના ચાંદી સહીત રોકડની ઉઠાંતરી કરતા ગુનો દાખલ

વડોદરા: વાઘોડિયારોડ વિસ્તારની સોસાયટીમાં વૃધ્ધ દંપતીના ઘરને નિશાન બનાવી ચોરો ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડ ઉઠાવી ગયા હતાં.

વાઘોડિયારોડ ખાતે નાલંદા પાણીની ટાંકી પાસે જય રણછોડ સોસાયટીમાં રહેતા ગોવિંદ ભીખાભાઇ પંડયા નિવૃત્ત જીવન જીવે છે. ગઇરાત્રે તેઓ નીચેના માળના બેડરૃમમાં અને તેમના પત્ની રેણુંકાબેન ઉપરના માળના  બેડરૃમમાં ઊંઘી ગયા હતાં. વહેલી સવારે ગોવિંદભાઇ ઊંઘમાંથી જાગ્યાના થોડા સમય બાદ જોયું તો ઘરના પાછળની લોખંડની જાળીવાળો દરવાજો ખુલ્લો જણાયો હતો.

તેઓ બહાર કમ્પાઉન્ડમાં ગયા ત્યારે દાગીનાના બોક્સ પડેલા હતાં. ઘરમાં ચોરી થઇ હોવાનું જણાતા તુરંત જ તેમણે પત્નીને જગાડી હતી અને નીચેના બેડરૃમમાં તપાસ કરતા તિજોરીનો સામાન વેરવિખેર જણાયો હતો તેમજ તિજોરીમાંથી રૃા.૧.૧૮ લાખ કિંમતના સોનાના દાગીના અને રોકડ રૃા.૩૦ હજાર મળી કુલ રૃા.૧.૪૮ લાખની ચોરી થઇ હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે ગોવિંદભાઇએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:52 pm IST)