Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

વડોદરામાં કારમાં ગટરના ઢાંકણા ચોરી કરવા નીકળતી ત્રિપુટીને પોલીસે બાતમીના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા: કારમાં ગટરના ઢાંકણા ચોરી કરવા નીકળતી ત્રિપુટીને લક્ષ્મીપુરા પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડી 28 હજાર ઉપરાંતની કિંમતના 16 ગટરના ઢાંકણા અને કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરમાં ગટરના ઢાંકણા ચોરી થતા હોવાની બુમો ઉઠી છે. તેવામાં લક્ષ્મીપુરા પોલીસે રોશન બાબુભાઈ પટેલ, રવિ મનોજકુમાર બારીયા અને અજય કાંતિભાઈ વસાવા ( ત્રણેવ રહે - વુડાના મકાન ,હરીનગર, ગોત્રી ) ને ઝડપી પાડી પૂછતાછ કરી તેમની પાસેથી ચોરી થયેલા ગટરના ઢાંકણા કબજે કર્યા હતા. અગાઉ કોર્પોરેશનના અધિકારીએ ચેકિંગ કરતા ન્યુ અલકાપુરી વિસ્તાર,  આઈ ટી આઈથી ઝાઇડ્સ  બિલ્ડીંગ સુધીના માર્ગ ઉપરની વરસાદી ગટર ના, સમતા વિસ્તારમાં 16 લોખડના ઢાંકણા ચોરી થયાનું બહાર આવ્યું હતું. જે અંગે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધાવી હતી.

(5:51 pm IST)