Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કલોલમાં એક મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4 લાખથી વધુની મતાની તસ્કરી કરતા ગુનો દાખલ

કલોલ :   ચોરો શહેર અને પંથકમાં હાહાકાર મચાવી રહ્યા છે રોજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ચોરીની વધુ એક ઘટનામાં કલોલમાં આવેલ જુમ્મા મસ્જિદ પાસે ના પટેલ વાસમાં ત્રાટકેલા તસ્કરો બંધ મકાનનું તાળુ તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ચાર લાખ ઉપરાંતના માલમતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે

કલોલ શહેર અને તાલુકાના ગામડાઓ ને તસ્કરો ઘમરોળી રહ્યા છે ચોરીની વધુ એક ઘટનામાં કલોલના જુમ્મા મસ્જિદ પાસે આવેલ પટેલ વાસમાં રહેતા હુસેનભાઇ મોહમ્મદ અલી સૈયદ પોતાનું મકાન બંધ કરીને તેમના સંબંધીને ત્યાં જોટાણા ગામે ગયા હતા તેઓ મકાન બંધ કરીને ગયા હતા ત્યારે મોકો જોઈને ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનનું તાળું  તોડયું હતું અને અંદર પડેલી તિજોરીમાંથી જુદી-જુદી ચલણી નોટો મળી કુલ આશરે એક લાખ રૃપિયા તથા સોનાના દોરા તથા સોનાની બુટ્ટી સોનાની વિટી  તેમજ સોનાના પેન્ડલ અને પગમાં પહેરવાની ચાંદીની શેરો વગેરે મળી કુલ રૃપિયા ૪ લાખ પાંચ હજારના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા પોલીસે ચોરી અંગે હુસેનભાઇ ની ફરિયાદ લઇને ફરાર થઇ ગયેલા તસ્કરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(5:48 pm IST)