Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગાંધીનગર જિલ્લાના કોલવાડાના મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓની ધરપકડ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં જુગારની બદી વધી રહી છે ત્યારે કોલવડામાંના મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર એલસીબીની ટીમે દરોડો પાડીને છ જુગારીઓને ઝડપી લીધા હતા એમની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં આમતો શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિ વધુ જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ઠેક ઠેકાણે જુગાર રમાઇ રહ્યો છે ત્યારે એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, કોલવડામાં લાલઘર માતાના મંદિર પાસે રહેતા પીન્ટુ ગોવિંદભાઇ પટેલ તેમના ઘરે બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડે છે જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે જુગાર રમતા કોલવડાના પીન્ટુ ગોવિંદભાઇ પટેલ, પ્રશાંત રમેશભાઇ પટેલ, આશિષ અંબાલાલ પટેલ, પ્રકાશ રતિલાલ પટેલ, ગૌતમ કનુભાઇ પટેલ અને પિનાકીન રસિકભાઇ પટેલને ઝડપી લીધા હતા જેમની પાસેથી ૭૧ હજાર ઉપરાંતની રોકડ અને મોબાઇલ મળીને ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

(5:48 pm IST)