Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

પી.જી.વી.સી.એલ.માં ૧૦મુ પાસ યુવાનો માટે બમ્‍પર ભરતીનુ એલાન : પી.જી.વી.સી.એલ.ની વેબસાઈટ પર કરી શકાશે અરજી

એપ્રેન્‍ટિસ લાઈનમેન માટે ૪૦૦ પદ પર ભરતી પ્રક્રીયાની જાહેરાત કરવામાં આવી : હાલ અરજી પ્રક્રીયા શરૂ થવાની બાકી

ગાંધીનગર તા.૨૧ : પヘમિ ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડમાં ધો.૧૦ પાસ લોકો માટે બમ્‍પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એપ્રેન્‍ટિસ લાઇનમેન પદ માટે ૪૦૦ લોકોની ભરતી કરવામા આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી છે. જેમા અરજદારે ધો. ૧૦ પાસ હોવાની સાથે સાથે વાયરમેનનો બે વર્ષનો કોર્સ પણ કરેલો હોવો જરૂરી છે. જો કે, હાલ તો અરજી પ્રક્રિયા બંધ છે. પરંતુ ટુંક સમયમાં જ અરજી પ્રક્રિયા શરૂ થાય તેવી શક્‍યતા છે.

 

ગુજરાતના દસમું પાસ ઉમેદવારો મઍટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. અહીં એપ્રેટિંસ લાઇનમેન 400 પદ માટે જાહેરાત પાડવામાં આવી છે. જેના માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી દસમું ધોર પાસ અને ખાસ કોર્સ કરનાર ઉમેદવારો એપ્લાય કરી શકે છે. આ વેકેન્સી પશ્વિમ ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડમાં પડી છે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ નથી. આ ઉમેદવારો જે પીજીવીસીએલના આ પદો પર પર અરજી કરવા માટે યોગ્ય અને ઇચ્છુક હોય, તે લેટેસ્ટ અપડેટ માટે પીજીવીસીલની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહે.

કોણ કરી શકે છે અરજી
પીજીવીસીએલના એપ્રેન્ટિસ લાઇન મેન પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર દસ પાસ હોવાથી સાથે ઇલેક્ટ્રિશિયન તથા વાયરમેનનો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. 

કેવી રીતે કરશો અરજી
આ પદો પર ફક્ત ઓનલાઇન એપ્લાય કરી શકાય છે. જોકે આ પદો પર એપ્લાય કરવાની છેલ્લી અને છેલ્લી તારીખ જાહેર થઇ નથી. તેના માટે પીજીવીસીએલની ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખો. 

(5:32 pm IST)