Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

સરકારી કર્મચારીઓનું સંપર્ક અભિયાનઃ અધિકાર નહિ તો મત નહિં: જલદ આંદોલનની ચીમકી

રાજય કર્મચારી મહામંડળ દ્વારા જુની પેન્‍શન યોજના સહિતની માંગણીઓ

 (અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૧: ગુજરાત રાજય કર્મચારી મહામંડળની કારોબારી સભા ગઇકાલે ચાણકય ભવન ગાંધીનગર ખાતે મળેલ. જેમાં કર્મચારીઓના પડતર પ્રશ્‍નોની સરકારમાં રજુઆત કરી જરૂર પડયે ઉગ્ર આંદોલન કરવાનું નકકી કરવામાં આવ્‍યું હતું.
કર્મચારી મહામંડળના પ્રમુખ ગીતાબા ચૌહાણ અને મહામંત્રી ભરત ચૌધરી જણાવે છે કે, રાજયના કર્મચારીઓના મહત્‍વના પાંચ પ્રશ્‍નો (૧) જુની પેન્‍શન યોજના પુનઃ લાગુ કરવી (ર) ફિકસ પગારની નીતિ દૂર કરી તમામ કર્મચારીઓને મૂળ અસરથી નિયમીત પગાર ધોરણના લાભો આપવા (૩) સાતમાં પગાર પંચના બાકી તમામ ભથ્‍થાઓ આપવા (૪) રાજયના વહિવટી સંવઠર્ગના તમામ કર્મચારીઓતને ૧૦:ર૦:૩૦નો ઉચ્‍ચતર પગાર યોજના લાગુ કરવી (પ) તમામ કેડરના કર્મચારીઓને સળંગ સર્વિસના લાભ આપવા જેવી મુખ્‍ય માંગણીઓ સાથે જુદા જુદા ૧૧ જેટલા પડતર પ્રશ્‍નોના ઉકેલ માટે ગુજરાત રાજય કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજય સંયુકત કર્મચારી મોરચાના સંયુકત ઉપક્રમે સમગ્ર ગુજરાત માજયમાં TEAM POS- NMOPS GUJARAT દ્વારા કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન કાર્યક્રમ રોજ અંબાજીથી શરૂ કરી રાજયના જુદા જુદા જિલ્લાઓમાંથી પસાર થઇને તા. ૧૩-૦૬-ર૦રર ના રોજ ૧૪ દિવસની સફર પૂર્ણ કરી બહુચરાજી ખાતે પુર્ણાહુતિ કરવામાં આવેલ હતી. જે કાર્યક્રમ અંતર્ગત ‘‘અધિકાર નહીં તો વોટ નહીં''ના સુત્ર સાથે સંકલ્‍પ લેવામાં આવ્‍યો હતો જેમાં ૩ લાખથી વધુ કર્મચારીઓ દ્વારા સંકલ્‍પપત્રો ભરવામાં આવ્‍યા જે આગામી સમયમાં માન. મુખ્‍યમંત્રીશ્રીને આપવામાં આવશે.
આ સાથે કર્મચારીઓના ખાતાકીય પરીક્ષાના નિયમોમાં સુધારો કરી ૪પ વર્ષે મુકિત, અંગ્રેવજી વિષય નાબુદ કરવા પાસ અને મુકિતનું ધોરણ ૪૦% રાખવું, રહેમરાહે નોકરી પુનઃ ચાલુ કરવી, આઉટઅટ સોસિંગ પ્રથા બંધ કરી કાયમી ધોરણ ભરતી કરવી, ગ્રેડ પે વિસંગતતા દુર કરવી, કોરોના કાળ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના પરિવારને મેડિકલ સહાય ચુકવવી જેવા અગત્‍યના પ્રશ્‍નોનું સરકારશ્રી દ્વારા ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તે માટે આવેદનપત્રો રજુ કરવાનું નકકી કરવામાં આવ્‍યું. તદ્દઉપરાંત મહામંડળના જિલ્લા કક્ષાના અને રાજય કક્ષાના બાકી હોદેદારોની નિમણુંક કરવાનું નકકી થયું હતું.
સભાન અને મહામંડળના હોદેદારોની સમિતિ બનાવી કર્મચારીઓની મુખ્‍ય માંગણીઓ અને પડતર પ્રશ્‍નો બાબત માન. મુખ્‍યમંત્રીશ્રીને પુનઃ આવેદનપત્ર રજુ કરી શુભેચ્‍છા મુલાકાત યોજવાનું ઠરાવેલ છે. તેમ છતાં કર્મચારીઓની માંગણીઓ સરકારશ્રી દ્વારા સ્‍વિકારવામાં નહીં આવે તો આગામી સમયમાં જલદ કાર્યક્રમ આપવામાં નકકી કરાયેલ છે તેમ મહામંડળના સુકાનીઓ જણાવે છે.

 

(4:08 pm IST)