Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

અગ્નિપથ યોજનાના આંદોલનની અંકલેશ્વરમાં અસર :બિહારથી આવેલા શ્રમજીવી પરિવારો મુશ્કેલીમાં મુકાયા

છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આંદોલનને લઈ બિહાર જતી આવતી ટ્રેનો રદ: અંકલેશ્વર સ્ટેશને પણ વતન પરત જવા બિહારીઓનો પડાવ

અંકલેશ્વર :અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં ચાલતા આંદોલનને ઔદ્યોગિક નગરી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં અસર વર્તાવી છે. મહત્વનું છે કે અગ્નિપથને લઈ બિહારમાં આંદોલન ઔધોગિક નગરી અંકલેશ્વરના શ્રમજીવી પરિવારો કર્મભૂમિ ઉપર પરત ફરવા અસમર્થ બન્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આંદોલનને લઈ બિહાર જતી આવતી ટ્રેનો રદ કરતાં મુશ્કેલી વધી છે.

ઉનાળા વેકેશન અને રજાઓમાં અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં રોજીરોટી માટે ઠરીઠામ થયેલા ઉત્તર ભારતીય અને તેમાંય ખાસ કરી બિહારી પરિવારો વતન ગયા હતા. વેકેશન ખુલી ગયાને તો સપ્તાહ ઉપરાંત નો સમય થવા આવ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં ચાલી રહેલા આંદોલનને લઈ કેટલાય પરિવારો બિહાર અને અંકલેશ્વર સહિત જિલ્લામાં અટવાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરથી વતન જવા માંગતા અને બિહારથી પરત અંકલેશ્વર આવવા માંગતા કામદારો-શ્રમિક પરિવારો જે તે સ્ટેશનો ઉપર છેલ્લા બે ત્રણ દિવસથી ધામા નાખી બેઠા છે.

(9:12 pm IST)