Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

વડોદરાના વન વિભાગ નિગમમાં પ્લાન્ટ એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કર્મચારીની પત્નીએ પિયરમાં ફાસો ખાઈ લેતા અરેરાટી મચી જવા પામી

વડોદરાઃ વડોદરાના વન વિભાગ નિગમમાં પ્લાન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીની પત્નીએ લગ્નના માત્ર બે વર્ષના ગાળામાં જ રાજસ્થાન ખાતે પિયરમાં ફાંસો ખાઇ લેતાં રાજસ્થાન પોલીસે પતિ અને સાસરીયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા બદલ ગુનો નોંધી પતિની ધરપકડ કરી હતી.

વડોદરાના વન વિકાસ નિગમની કચેરીમાં ચર્ચાના કેન્દ્રમાં રહેલા ઉપરોક્ત કિસ્સાની પ્રાપ્ત વિગતો મુજબ,રાજસ્થાનના પાલી ખાતે રહેતી દિપીકા ઉર્ફે દીપુના લગ્ન તા.૧૫-૩-૨૦ના રોજ વડોદરાના વીઆઇપી રોડ ખાતે ન્યુ સંયોગ નગરમાં રહેતા અને વન વિભાગમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા અક્ષય પરશુરામ ઓડ સાથે થયા હતા. પરિણીતાના નિકટના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ,દીપુને કરિયાવરમાં દાગીના,ફર્નિચર જેવી ચીજો આપી હતી.પરંતુ દહેજ ઓછું પડયું હોય તેમ તેની પાસે રૃ.બે લાખની માંગણી કરી મહેણાં મારવામાં આવતા હતા.પતિએ કહ્યું હતું કે,હું એન્જિનિયર છું અને તારા કરતા સારી છોકરી  અને વધુ દહેજ મળી શકે તેમ છે.પરિણીતાને બીમારી છે તેમ કહી છ મહિના પહેલાં તેને કાઢી મૂકતાં તે પિયરમાં ગૂમસૂમ રહેતી  હતી. ગઇ તા.૧૫-૨-૨૦૨૨ના રોજ દીપુના માતા-પિતા બહાર ગયા હતા અને ભાઇ દુકાને ગયો હતો ત્યારે તેણે ગળે  ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.તેના પિતાએ આ અંગે પાલીના ટ્રાન્સપોર્ટ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ દહેજ માટે ત્રાસ આપવા બદલ પતિ અક્ષય ઓડ અને સાસરીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(6:19 pm IST)