Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ટ્રક અને લકઝરી બસની બોગસ આરસી બુક આધારે ૪૫ લાખની લોન લઈને ફરારી બનેલ રાજકોટના શખ્સને સુરત એસ.ઓ.જી.એ ઝડપી લીધો

એકિસડન્ટ થવાથી ધંધો ઠપ્પ બનતાના ઈલાજે કૃત્ય કર્યાની પીઆઈ આર.એસ.સુવેરા ટીમની પૂછપરછમાં કબૂલાત આપી : આરોપી વિજયભાઈ મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી, ગુન્હો કર્યા બાદ આરોપી ન પકડાઈ તે પોલીસની નાલેશી ગણાય તેવા સીપી અજયકુમાર તોમરના સલાહ મુજબ ચાલતા તંત્રને વધુ એક સફળતા

રાજકોટ, તા.૨૧:  સુરત શહેર પોલીસના તમામ અધિકારીઓ અને નાનામાં નાનો સ્ટાફ સતત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા તમામ પોલીસ મથકની બેઠક કરવા સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસ. ઓ.જી. હોય કે  પોસીબી  તમામને એક મંત્ર આપ્યો છે, પોલીસ સતર્ક હોવા છતાં ગુન્હો બને પણ અપરાધી અપરાધ કર્યા  બાદ પકડાઈ નહિ તો  તે પોલીસ માટે નાલેશી ગણાય અને હું આ બાબતને ખૂબ ગંભીર ગણું છું, અને કોને કયા મૂકવા તે સહુના પરફોર્મન્સ આધારે જ નકકી થવાનું છે, આ સીપી બીજા કરતા અલગ છે તેમ માની તમામ દોડી રહ્યા છે, જેના પરિણામ પણ મળવા લાગ્યા છે.

દરમિયાન એસ.ઓ.જી. પીઆઇ આર. એસ. સુવરા દ્વારા ફરારી અપરાધીઓ માટે ખાસ અલગ ટીમ ગઠિત કરી છે, આવી ટીમ હાથે રાજકોટની બેંકમાંથી બોગસ આર. સી.બુક આધારે ટ્રક અને લકઝરી બસ માટે ૪૫ લાખની લોન લીધા બાદ ફરારી બનેલ શખ્સને આ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવેલ. પોલીસ પૂછરછમાં આરોપી દ્વારા પોતાને અકસ્માત થયા બાદ ધંધો બિલકુલ ભાંગી પડ્યા બાદ આ કૃત્ય આચર્યું હોવાની કબૂલાત આપી હોવાનું એસ. ઓ.જી સૂત્રો જણાવે છે . 

જે સુચના અન્વયે એસ.ઓ.જી.ના ખ્લ્ત્અનિલભાઈ વિનજીભાઈ, ખ્લ્ત્ જલુભાઈ મગનભાઈ, ણ્ઘ્ દામજીભાઈ ધનજીભાઈ, ણ્ઘ્ અશોકભાઈ લાભુભાઈ, ણ્ઘ્ મહેન્દ્રસિંહ દિલીપસિંહ તથા ણ્ઘ્અજયસિંહ રામદેવસિંહનાઓ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના ખ્લ્ત્ અનિલભાઈ વિનયભાઈ તથા ણ્ઘ્ દામજીભાઈ  ધનજીભાઈનાઓને મળેલ બાતમી આધારે સરથાણા જકાતનાકા વેરોના રેસીડેન્સી પાસેથી આરોપી વિજયભાઈ મકોડભાઈ ધોળીયા ઉ.વ.૩૨ ધંધો- ટેક્ષટાઈલ જોબવર્ક રહે- ડી-૩૦૧ વેરોના રેસીડેન્સી સરથાણા જકાતનાકા સુરત મુળ રહે- સુરેન્દ્રનગર તા.ગારીયાધાર જી.ભાવનગરવાળાને ઝડપી પાડેલ છે.

મજકુર આરોપીની પુછપરછમાં તેણે ચોંકાવનારો ખુલાસો કરેલ જેમા જણાવેલ કે, પોતે અગાઉ સને-૨૦૧૬માં ટેક્ષ્ટાઈલ્સનો ધંધો કરતો હતો. પરંતુ એકસીડન્ટ થવાના કારણે લાંબો સમય પથારીવશ થવાના કારણે આર્થીક ભીંસમાં સપડાઈ ગયેલ. જેથી શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચે તેણે સુરત ખાતે રહેતા આરોપી ઈર્શાદભાઈ અને ઈસુ કાળુભાઈ પઠાણનાઓ સાથે મળી પોતાના નામની લકઝરી બસ, ટ્રકોની બોગસ આર.સી.બુકો બનાવી તે બુકોના આધારે રાજકોટ એચ.ડી.એફ.સી.બેંકમાંથી રૃા.૪૫,૦૦,૦૦૦/-ની લોન લઈ બેંક સાથે છેતરપીંડી કરેલ જે બાબતે રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હતો. જે ગુન્હામાં તેની સાથેનો ઈર્શાદભાઈ અને ઈસુકાળુભાઈ પઠાણનાઓ પકડાઈ ગયેલ અને પોતે આ ગુન્હામાં પોલીસથી બચવા નાસતો ફરતો હોવાની હકીકત જણાવેલ હતી.

(12:08 pm IST)