Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

AIMIM ના પ્રવકતા દાનીશ કુરેશીના શરતી જામીન મંજુર

દાનીશ કુરેશી દ્વારા શિવલિંગ મુદ્દે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી મામલે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટે જામીન આપ્યા

અમદાવાદમાં AIMIM ના પ્રવકતા દાનીશ કુરેશી દ્વારા શિવલિંગ મુદ્દે સોશિયલ મીડિયામાં  અભદ્ર ટિપ્પણી કરવા મામલે મેટ્રોપોલિટન કોર્ટે આરોપી દાનીશના શરતી જામીન મંજૂર કર્યા.જેમાં મહત્વના હુકમ સાથે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટે દાનીશ કુરેશીને જામીન આપ્યા.જેમા 25 હજારના બોન્ડ સાથે આરોપી દાનીશ સામે કોર્ટ કેટલીક શરતો પણ મુકી છે જેમાં દાનીશે નિયમ મુજબના દિવસોની અંદર કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.

આ ઉપરાંત કોર્ટને જાણ કર્યા વિના આરોપી દાનીશ કુરેશી પોતાનું સરનામુ કે મોબાઈલ નંબર પણ બદલી શકશે નહી.લોકોની આસ્થા સાથે અને ધાર્મિક મામલો હોવાના કારણોસર હવે પછીથી આરોપી દાનીશ કુરૈશી આવા પ્રકારની કોઈપણ પોસ્ટ અને નિવેદનબાજી કરી શકશે નહી તેમ છતા પણ જો આવુ કઈ થાય તો તેજ સમયે તેના જામીન રદ્દ ગણાશે અને પોલીસ તેની ધરપકડ કરી શકે છે.

મહત્વનું છે કે દર મહિનાની 1 થી 5 તારીખની અંદર જેતે પોલીસ સ્ટેશનમાં હાજર પણ રહેવાનો હુકમ નામદાર કોર્ટ દ્નારા કરવામાં આવ્યો છે…અહિ મહત્વનું છે કે જામીન અરજીની સુનાવણી દરમિયાન સમગ્ર મામલાની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને કોર્ટ આ બાબતે ટકોર કરતા કહ્યું કે, અત્યારની પરિસ્થિતિમાં આ પ્રકારની પોસ્ટ માહોલ ખરાબ કરી શકે છે. જ્યારે આ મામલે સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે આગામી સમયમા ચુંટણી આવી રહી છે અને માહોલ બગાડવાના ઇરાદાએ આ કૃત્ય કરવામાં આવ્યું છે. જેથી આ મામલાની ગંભીરતા જોઇ આરોપીને જામીન ન આપવામાં આવે તેવી પણ રજુઆત કરવામાં આવી હતી.

આ ઉપરાંત સરકારી વકીલે દલીલ કરી હતી કે, હાલના સમયમા રાજસ્થાન અને અન્ય સ્થળો પર કોમી હુલ્લડો થયા, તેવામાં આવા પ્રકારે સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકવાથી બેદરકારી ગંભીર પરીણામો સર્જી શકે છે. બીજી તરફ આરોપીના વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે, આરોપી પ્રથમ વખત આ પ્રકારનો ગુનો અચાર્યો  છે તેથી તેને માફ કરવામા આવે, આરોપીને તેની ભુલ સમજાઈ હોવાનો પણ બચાવ પક્ષના વકીલ તરફથી કહેવામાં આવ્યું.આ તમામની વચ્ચે કાર્ટે AIMIMના પ્રવક્તાને શરતી જામીન આપી મુક્ત કર્યો છે.

(11:21 pm IST)