Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ઉમરેઠ તાલુકાના ઓડ ગામ નજીક હાઇવે પર ટ્રકને ઉભો રાખી 70 લીટર ડીઝલ ચોરી કારમાં ચાર શખ્સો ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

સારસા:-ઉમરેઠ રોડ ઉપર આવેલા ઓડ ગામ પાસે આજે વહેલી સવારના સુમારે સ્વીફ્ટ કારમાં આવી ચઢેલા ચારેક જેટલા શખ્સોએ ટ્રકને ઉભી રખાવીને ચાલકને રસ્તા બાબતે પુછપરછ કરીને ૭૦ લીટર ડીઝલ ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી વિઠ્ઠલભાઈ રણજીતસિંહ સોલંકી પોતાની ટ્રક નંબર જીજે-૦૬, વીવી-૪૯૫૧માં ગોધરા નજીક આવેલા પોપટપુરાની મીલમાંથી હલ્દી પાવડર ભરીને કન્ડક્ટર રમેશભાઈ પરબતભાઈ બારૈયા સાથે વાસદ જવા નીકળ્યો હતો. વહેલી સવારના સાડા ચારેક વાગ્યાના સુમારે ઓડ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે સ્વિફ્ટ કાર આવી પહોંચી હતી અને ટ્રકને ઉભી રખાવી હતી. અંદરથી ઉતરેલા ચાર શખ્સોએ ડ્રાવરની કેબિન સાથે ગોઠવાઈ જઈને રસ્તા બાબતે પૂછપરછ કરી હતી. એ દરમ્યાન ટ્રકની ડીઝલ ટેન્કનું ઢાંકણુ ખોલીને અંદરથી ૩૭૬૦ની કિંમતનું ૭૦ લીટર ડીઝલ ચોરીને ફરાર થઈ ગયા હતા. ટ્રકના ચાલકે સેલ મારતાં ડીઝલ કાંટો રેડ લાઈન પર આવી ગયો હતો. જેથી નીચે ઉતરીને જોતાં ડીઝલ ટેન્કનું ઢાંકણું ખુલ્લું હતુ અને અંદરથી ડીઝલ ચોરાયાનું માલુમ પડ્યું હતુ. આ અંગે વિઠ્ઠલભાઈએ ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

(5:08 pm IST)