Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોડાસા શહેરમાં કોરોનાનું સંક્ર્મણ ઓછું કરવા નાગરિકો દ્વારા 84 કલાક સુધી વ્યાપાર બંધ રાખવાનો નિર્ણય

અરવલ્લી:જિલ્લામાં અને ખાસ કરીને મોડાસા શહેર સહિત તાલુકામાં કોરોનાનું સંક્રમણ જેટ ઝડપે વકરી રહયું છે,પરંતુ ત્યારે આ સંક્રમણની ચેનલ તોડવા સ્વયં રીત  પ્રયાશો નાગરિકો,સંસ્થાઓ,મંડળો દ્વારા એક બેનર હેઠળ થવા જોઈએ તે થઈ રહયા નથી.એજ મોડાસાની કમનસીબી ગણાઈ રહી છે,ત્યારે શ્રીકટલરી કરીયાણા મરચન્ટ ના નેજા હેઠળ આગામી ૮૪ કલાક સુધી વેપાર ધંધા-રોજગાર સંપૂર્ણ પણે બંધ રાખી કોરોનાનું  સંક્રમણ તોડવા પ્રયાસો હાથ ધરાયો છે અને મોડાસા યાર્ડના સહયોગ સાંપડતાં નગરના ૩૫૦ થી વધુ વેપારીઓ દ્વારા સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ ગુરૂવાર ને રાત્રે ૮ કલાકથી સોમવાર સવાર ૮ કલાક સુધીનો કરાશે.આ ૮૪ કલાકના સ્વૈચ્છિક લોકડાઉનમાં નગરની વિવિધ સંસ્થા,મંડળો પણ જોડાશે એવો આશાવાદ કટલરી કરીયાણા એશોસીયેશન દ્વારા વિશ્વાસપૂર્વક વ્યક્ત કરાયો છે.

મોડાસા નગર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વકરી રહયું  છે.  અને ચૂંટણીને લઈ સરકાર પ્રજાના આરોગ્યને બચાવવા જાતે લોકડાઉન નાખી શકે તેમ નથી તેવી તરહ તરહની વાતો ચર્ચાએ ચડી છે,ત્યારે તંત્ર દ્વારા પાછલા બારણે સ્વયંભૂ લોકડાઉન લાગુ પડાય તેવા પ્રયાસો સરકાર ના ઈશારે હાથ ધરાઈ રહયા છે. તાજેતરમાં આવી ચર્ચાઓને લઈ જુદાજુદા સ્તરે બેઠકો યોજાઈ હતી. મોડાસા  નગરમાં વધતા સંક્રમણની ચેઈન તોડવા કટલરી કરીયાણા એશોસીયેશનની એક બેઠક મંગળવારે મોડાસા ખાતે યોજાઈ હતી. શ્રીકટલરી કીરયાણા મરચન્ટ એશો. ના પ્રમુખ રજ્જાકભાઈ મેમણ અને ઉપપ્રમુખ રમણભાઈ પ્રજાપતિ ની આગેવાનીમાં યોજાયેલ આ બેઠકમાં એશો.ના અગ્રણીઓ,વેપારીઓ મોટીસંખ્યામાં જોડાયા હતા. અને આ બેઠકમાં આગામી ગુરૂવાર ૨૨ એપ્રિલને રાત્રે ૮ કલાકથી સોમવાર ૨૬ એપ્રિલ સવારે ૮ કલાક સુધીનું સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લાગુ પાડવા નિર્ણય કરાયો હતો.

(5:05 pm IST)