Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ગુજરાત હાઇકોર્ટમાં અંગ્રેજી અને ગુજરાતી સ્ટેનોગ્રાફરની ભરતી કરાશેઃ ૪ મે સુધીમાં અરજદારો અરજી કરી શકશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના વિવિધ પદો પર ભરતી નીકળી છે. જે અંતર્ગત કોર્ટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 અને ગુજરાત સ્ટેનોગ્રાફર ગ્રેડ 1 ના પદ માટે વેકેન્સી કાઢી છે. આ અંતર્ગત કુલ 10 પોસ્ટ પર ભરતી કરવામાં આવનાર છે. જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફરના 1 ને અંગ્રેજી સ્ટેનોગ્રાફર માટે કુલ 9 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. તેમાં સામાન્ય 3, એસટી 3, એસઈબીસીના 3 પદ પર નિયુક્ત કરવામાં આવશે. આવામાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સરકારી પોર્ટલ @hc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. એપ્લિકેશનની પ્રોસેસ ગઈકાલથી એટલે કે 20 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે. તો આ પોસ્ટ પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ 4 મે 2021 છે. 

ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, યોગ્ય આવેદકોને અંગ્રેજી સ્ટેનોગ્રાફી ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ લિખિત પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટાઈપ MCQs) માટે બોલાવવામાં આવશે. આ પરીક્ષા 27 જૂન, 2021 ના રોજ લેવામાં આવશે. તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ટેસ્ટ અને સ્કીલ ટેસ્ટ 11 જુલાઈ 2021 ના રોજ લેવામાં આવશે.

યુપીએસઈએસએસબી એ રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 21 એપ્રિલથી વધારીને 21 મે કરી દીધી છે.

આ તારીખોને ધ્યાનમાં રાખો

    ઓનલાઈન આવેદનની શરૂઆતી તારીખ - 20 એપ્રિલ 2021

    ઓનલાઈન એપ્લિકેશનની અંતિમ તારીખ - 4 મે 2021

    અંગ્રેજી સ્ટેનોગ્રાફી ટેસ્ટ / સ્કિલ ટેસ્ટ - 27 જૂન 2021 (ફર્સ્ટ સેશન)

    અંગ્રેજી સ્ટેનો લિખિત પરીક્ષા (- MCQs) - 21 જૂન 2021 (સેકન્ડ સેશન)

    ગુજરાતી સ્ટેનોગ્રાફર ટેસ્ટ અને સ્કિલ પરીક્ષા - 11 જુલાઈ 2021

એજ્યુકેશન ક્વોલિફિકેશન

ગુજરાત હાઈકોર્ટ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશન મજુબ, અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાતી સ્ટેનોગ્રાફરના પદ પર ઓનલાઈન એપ્લિકેશન કરનારા ઉમેદવારોને કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ગ્રેજ્યુએટ થવુ જોઈએ. આ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પ્રતિ મિનિટ 100 શબ્દોની ગતિ/ગુજરાત ભાષામાં 90 શબ્દ પ્રતિ મિનિટની સ્પીડ હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવારને કમ્પ્યૂટરનું પણ સામાન્ય નોલેજ હોવુ જોઈએ. તો આ પદ પર આવેદન કરનારા ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આવી રીતે થશે સિલેક્શન

    સ્ટેનોગ્રાફી અને સ્કીલ ટેસ્ટ - 70 માર્ક

    લેખિત પરીક્ષા - 30 અંક

સ્ટેનોગ્રાફર લેખિત અને સ્કીલ ટેસ્ટ પરીક્ષા અને લેખિત પરીક્ષામાં ઉમેદવારો દ્વારા પ્રાપ્ત એગ્રીગેટ માર્કસના આધાર પર સિલેક્શન કરવામાં આવશે.

(4:44 pm IST)