Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ડોક્ટર વીરેન્દ્ર શાહે AHNAના સેક્રેટરી પદેથી રાજીનામું : રેમડેસિવિર ઇન્જેક્શન ન આપવા મામલે ખુબ નારાજ

વારંવાર આ મામલે રજૂઆત કરવા છતાં કોવિડ હોસ્પિટલોને થતી મુશ્કેલીઓ મામલે સમાધાન કરવામાં આવતું નહોતું.: ડો, વીરેન્દ્ર શાહ

અમદાવાદ : હોમ આઇલોલેશનના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન ન આપવા મામલે ડોક્ટર વીરેન્દ્ર શાહે રાજીનામું આપ્યું છે. એએમસી દ્વારા હોમ કેરના દર્દીઓ માટે આહનાને રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો આપવાનો બંધ કર્યો હતો. જેથી આઇસોલેશનમાં રહેલા દર્દીઓને તકલીફ પડી રહી છે.કોર્પોરેશનનો આ નિર્ણય ખૂબ જ ગંભીર છે. જો દર્દીઓ માટે ઇન્જેક્શન નહીં આપવામાં આવે તો વિકટ પરિસ્થિતિ બનશે

આ અંગે વીરેન્દ્ર શાહે જણાવ્યું હતું કે વારંવાર આ મામલે રજૂઆત કરવા છતાં કોવિડ હોસ્પિટલોને થતી મુશ્કેલીઓ મામલે સમાધાન કરવામાં આવતું નહોતું. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન પ્રશ્નોને લઇને અમદાવાદ મહાનગરપાલિકાથી માંડીને સરકાર સુધી સતત રજૂઆત કરતા હતા. આજે પણ રિવરફ્રન્ટ હાઉસમાં યોજાયેલી બેઠકમાં હાજર રહી મ્યુનિસિપલ કમિશનરને મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી. તે છતાં આવા કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા છેલ્લે રાજીનામું આપ્યું છે.

આ ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલમાં હાલ સર્જાઈ રહેલી ઓક્સિજનની ઉણપ, રેમડેસીવીર ઇન્જેક્શન મામલે તંત્ર તરફથી સંતોષકારક જવાબ નહોતો મળતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા મુદ્દે ડોક્ટરોને દોષી ઠેરવવામાં આવતા હોવાથી પણ ડોક્ટર વીરેન્દ્ર શાહ નારાઝ હતા.

(12:00 am IST)