Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ધાનેરાના સરાલ વિડ ગામે 20 વર્ષીય પરણીતાએ ગળેફાસો ખાઈને આપઘાત કરતા ચકચાર

મોડામેડા ગામની મહિલાના 1 વર્ષ અગાઉ સરાલ વિડ ગામે લગ્ન થયા હતા

ધાનેરાના સરાલ વિડ ગામે 20 વર્ષીય પરણિત મહિલાએ ગળેફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. મોડામેડા ગામની મહિલાના 1 વર્ષ અગાઉ સરાલ વિડ ગામે લગ્ન થયા હતા. સાસરીમાં જ યુવતીએ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી છે.

 આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ધાનેરા પોલીસએ મૃતકની લાસને રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવી છે. જો કે, મહિલાએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. પોલીસે આ અંગે તપાસ હાથધરી છે.

(1:02 am IST)