Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ભાજપના 15 ધારાસભ્યો સરકાર સાથે છેડો ફાડશે :હાર્દિક પટેલ

પાટીદાર આંદોલનના સમર્થનમાં પોતાનો ટેકો પાછો ખેંચી લેશે :હાર્દિક પટેલનો ઘટસ્ફોટ

 

અમદાવાદ :પાટીદાર આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે આજે મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં 15 ધારાસભ્યો મારા સંપર્કમાં છે 15 જેટલા દિગ્ગજ ધારાસભ્યો ભાજપનો સાથ છોડી દેશે.

  પાસ કન્વીનર  હાર્દિક પટેલે મધ્યપ્રદેશ પ્રવાસ દરમિયાન એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ભાજપના પાંચ ધારાસભ્યો  તેની સાથે હાથ મિલાવવા અને 10 ધારાસભ્યો સાથે ચર્ચા થઇ છે હાર્દિક પટેલએ એવો દાવો કર્યો હતો કે દરેક 15 ધારાસભ્ય તેમના સંપર્કમાં છે અને તે પણ પાટીદાર આંદોલનના સમર્થનમાં સરકાર સાથે પોતાનું સમર્થન પાછુ લઈ લેશે.

(11:56 pm IST)