Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સુરત :ટાઇટનના શોરૂમમાંથી દોઢ કરોડની ઘડિયાળ ચોરીમાં મોતીહારી ગેંગના સાગરિતના આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા

અઠવાલાઇન્સ રોડ પર ટાઇટન શોરૂમમાં આઠથી નવ યુવકો શટર તોડી ઘૂસીને ૪૨૬ જેટલી કીમતી કાંડાઘડિયાળ તથા રોકડા છ લાખ રૂપિયા મળી ૧.૫૬ કરોડનો મુદ્દામાલ ઉસેડી ગયા હતા

 

સુરત ;અઠવાલાઇન્સ રોડ ઉપર ટાઇટનના શોરૂમમાંથી દોઢ કરોડની ઘડિયાળ ચોરી જનાર મોતીહારી ગેંગના સાગરીતના પોલીસે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગેંગ મોટા શહેરોમાં માત્ર ઘડિયાળ, કેમેરા અને મોબાઇલના શોરૂમમાં ચોરી કરે છે. કીમતી વસ્તુઓ તેઓ નેપાળના બજારમાં પચ્ચીસથી ત્રીસ ટકા ભાવે વેચી નાંખતાં હોવાનું પણ જાણવા મળે છે

  અંગેની વિગત મુજબ અઠવાલાઇન્સ રોડ ઉપર આવેલા ટાઇટન શોરૂમમાં નવમી તારીખે મળસકે ચોરી થઇ હતી. આઠથી નવ યુવકો શટર તોડી શો રૂમમાં ઘૂસ્યા હતા. કાઉન્ટર તોડી ૪૨૬ જેટલી કીમતી કાંડાઘડિયાળ તથા રોકડા લાખ રૂપિયા મળી .૫૬ કરોડનો મુદ્દામાલ સમેટી તસ્કર ટોળકી ફરાર થઇ ગઇ હતી. શોરૂમમાં લગાવાયેલા ૩૬ સીસી કેમેરના ફૂટેજ ચેક કરવા સાથે પોલીસે તપાસ આરંભી હતી. જેમાં આઠથી નવ તસ્કરોએ ૪૦ મિનિટ શોરૂમમાં રોકાઇ ચોરી કર્યાનું દેખાયું હતું.

  રોડ ઉપર લગાવાયેલા સીસી કેમેરા ફૂટેજ ચેક કરી તસ્કર ટોળકીનું પગેરુ દાબતાં પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. અહીંના સીસી કેમેરામાંથી જે ફોટોગ્રાફ્સ મળ્યા એનાથી તસ્કરો બિહારના નેપાળ બોર્ડર ઉપર આવેલા મોતીહારી પંથકના હોવાનું બહાર આવ્યું હતું. માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોતીહારી પહોંચી હતી. અહીં કરાયેલી તપાસમાં સુરતમાં ચોરી કરનાર ટોળકી પૂર્વી ચંપારણના મોબીન ભૂનાદેવાન નામનો તસ્કર લઇને આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

(10:19 pm IST)