Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

શાહપુરની ૫૦ વર્ષ જૂની ચાલીના છાપરાને તોડી પાડવામાં આવ્યા

અમદાવાદ મ્યુનિસિપલ તંત્રનું મોટું પગલું : સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ કામગીરીમાં અડચણ કરનારા શખ્સોની પોલીસે અટકાયત કરી લીધી

અમદાવાદ, તા. ૨૧ : અમદાવાદના શાહપુર વિસ્તારમાં ૫૦ વર્ષ જુની ચાલીમાં બનેલા છપરાંઓનું આજે તંત્ર દ્વારા ડીમોલેશન હાથ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે સ્થાનિકોની અટકાયત કરી હતી. લોકોનો વિરોધને જોતા પોલીસનો મોટો કાફલો ડીમોલેશન કામગીરીમાં જોડાયો હતો.

 

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીને સવારે ૯.૩૦ વાગે હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. સરકારી પ્લોટની જગ્યામાં પર ૧૦૦થી વધુ વર્ષ સુધી રહેતાઝૂંપડપટ્ટી વાસીઓને હટાવવામાં આવ્યા હતા. સ્થાનિકોએ આજે વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરવામાં આવી હતી. આ ઝૂંપટપટ્ટીને લઈને વર્ષ ૧૯૯૧થી બબાલ ચાલી રહીછે. સરકારી પ્લોટ હોવાને કારણે અહી લોકોએ દુકાનો પણ ઊભી કરી હતી. જેને લઇને આખરે મહેસૂલ વિભાગના ઓર્ડરથી આજે ઝૂંપડપટ્ટી તોડવામાં આવી હતી.

વાસ્તવમાં વર્ષો પહેલા મિલ માલિક માકુ ભાઈ શેઠે લોકોને રહેવા માટે આપી હતી. ત્યારબાદ ૧૦૦ વર્ષથી અહી ૭૦થી ૮૦ પરિવાર રહેતા હતા. ૩થી ૪ વખત મહેસૂલ વિભાગ દ્વારા નોટીસ પણ પાઠવવામાં આવી હતી. આ નોટીસ સ્થાનિકોએ સ્વીકારી નહોતી, જેને લઈને ૨૧ જાન્યુઆરીએ છેલ્લી તારીખ હોવાથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જેમાં પોલીસ એસઆરપી કલેકટરનો મહેસૂલ વિભાગ ડિમોલિશન માટે પહોંચ્યું હતું. જ્યાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. કામગીરી અડચણરૂપ લોકોને પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

(7:40 pm IST)