Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અમદાવાદના ચાંગોદરમાં વેસેલીન બનાવતી ફેકટરીમાં આગ ભભૂકતા અફડાતફડી

અમદાવાદ:શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની ઘટનાઓ સતત બની રહી છે.આ ક્રમમાં બુધવારે ચાંગોદરમાં વેસેલિન બનાવતી એક ફેકટરીમાં ઓવરહીટીંગના કારણે ગોડાઉનમાં આગ લાગતા અમદાવાદ ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી.અમદાવાદ ફાયરના જવાનો અને અધિકારીઓએ નવ જેટલા વાહનોની મદદથી બે કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી.આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.

અમદાવાદ ફાયર કંટ્રોલરૃમ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ,બુધવારે  બપોરે સવા બારના સુમારે ચાંગોદર ખાતે રામદેવ મસાલાની સામેની ગલીમાં આવેલી કુશલ ઈન્ડસ્ટ્રીઝમાં વેસિલિન બનાવવાની કામગીરી ચાલી રહી હતી એ સમયે આગ લાગતા અમદાવાદ ફાયર કંટ્રોલને જાણ કરી મદદ માંગવામાં આવી હતી.અમદાવાદ ફાયરના ડેપ્યુટી ફાયર ઓફીસરો સહિત કુલ ૪૦ ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી જઈ આગ બુઝાવવાની કામગીરી શરૃ કરી હતી.

(5:02 pm IST)