Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૬ મનપાની ટૂંક સમયમાં ચૂંટણી

૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાઈ શકે છે મતદાન

નવી દિલ્હી, તા.૨૧: સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને જયારે દરેક પક્ષ પૂરતી તૈયારી કરીને બેઠો છે ત્યારે હવે ચૂંટણીની તારીખ ટુંક જ સમયમાં જાહેર થઈ શકે છે એવામાં ગાંધીનગરના સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે.

આગામી ટૂંક સમયમાં ૬ મનપાની ચૂંટણી યોજાશે એવામાં જો સૂત્રોનું માનીયે તો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટમાં મહાનગરપાલિકામાં ૨૧મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ૩૧ જિલ્લા પંચાયત ૨૩૧ તાલુકા પંચાયત ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

(3:53 pm IST)
  • દેશના બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે: અન્યત્ર સતત ધીમો પડવા લાગ્યો છે : કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ સાત હજાર નવા કેસો અને મહારાષ્ટ્રમાં સતત ત્રણ હજાર નવા કોરોના કેસો બહાર આવ્યા: ગુજરાતમાં કેસોની સંખ્યા લગાતાર ૫૦૦ નીચે ચાલી રહી છે: પુડુચેરીમાં ૩૧, આસામમાં ૩૨, હિમાચલમાં ૬૩, ગોઆમા ૮૭, કોલકત્તામાં ૮૯, જમ્મુ-કાશ્મીરમાં ૧૦૯ અને અમદાવાદમાં ૧૦૨ નવા કેસ નોંધાયા છે access_time 11:08 am IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST

  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST