Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણયઃ ધોરણ 12ના વિદ્યાર્થીઓની વોટસએપ બેઇઝ કસોટી લેવાશે

શિક્ષણ વિભાગે વોટસએપ નંબર જાહેર કર્યો, પ્રથમ તબક્કાની પરીક્ષા 23 જાન્યુઆરીથી શરૂ થશે, સરકારના 8595524523 - નંબર પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે

અમદાવાદ : મેસેજિંગ એપ તરીકે સૌથી વધુ વોટ્સએપનું ચલણ છે. તાજેતરમાં વોટ્સએપે જાહેર કરેલી નવી પ્રાઇવેસીને લઇ વિવાદ ઉભો થયો છે. આ મામલે દિલ્હી હાઇકોર્ટમાં પણ અપીલ કરાઈ છે, ત્યારે  કેન્દ્રીય ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી મંત્રાલયે વોટ્સએપને પત્ર લખીને વાંધો ઉઠાવ્યો છે. આ વિવાદ હજુ થમ્યો નથી ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ આધારીત સાપ્તાહિક કસોટી લેવાનો નિર્ણય કર્યો છે. વોટ્સએપ પ્રાઇવસી વિવાદ વચ્ચે લેવામાં આવેલો નિર્ણય કેટલો યોગ્ય છે એ તો સમય જ બતાવશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હવે ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓની વોટ્સએપ આધારીત સાપ્તાહિક કસોટી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાયોગિક ધોરણે 23 જાન્યુઆરીના રોજ ધોરણ-3થી 5ના વિદ્યાર્થીઓની કસોટી લેવાશે. ત્યાર બાદ દર સપ્તાહે આ કસોટી લેવાનું આયોજન કરાયું છે. જેમાં વિદ્યાર્થીએ વોટ્સએપ પર પોતાની નોંધણી કરાવી દર સપ્તાહે આ પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષામાં 10 બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો હશે અને પરીક્ષા આપ્યા બાદ તરત જ તેનું મુલ્યાંકન કરીને જાહેર કરાશે. જેમાં વિદ્યાર્થીને જે મુદ્દાઓમાં કચાશ હશે તેની વિડીયો લિંક પણ મોકલાશે. Gujarat Exams on WhatsApp

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ દ્વારા હોમ લર્નિંગ અંતર્ગત દૂરદર્શન કેન્દ્ર મારફત ડીડી ગીરનાર ચેનલ પર ધોરણ-1થી 8ના એપિસોડ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળા અંતર્ગત લાઈવ ઓનલાઈન ક્લાસિસ ટેલિકાસ્ટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ હાલમાં ડીસ્ટન્સ મોડથી શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે. જેથી તેમના લર્નિંગ લેવલને ચકાસવાનું નક્કી કરાયું છે. આ માટે સમગ્ર શિક્ષા દ્વારા એક વોટ્સએપ બેઈઝ સાપ્તાહિક મુલ્યાંકન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે

 

વોટ્સએપ બેઝ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થતાં ધોરણ-3થી 8ના વિષય વસ્તુ આધારીત અને ધોરણ-9થી 12 માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના લાઈવ ક્લાસીસના વિષય વસ્તુ આધારીત બહુવિકલ્પી પ્રકારની કસોટી 23 જાન્યુઆરીથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવશે. 23 જાન્યુઆરીના રોજ ધોરણ-3 ગુજરાતી, ધોરણ-4 ગુજરાતી અને ધોરણ-5માં ગુજરાતી તથા પર્યાવરણની 10 બહુવિકલ્પી પ્રશ્નો આધારીત વોટ્સએપ બેઈઝ પરીક્ષા યોજાશે. 30 જાન્યુઆરીથી ધોરણ-3થી 12ની ટેસ્ટ યોજાશે.

30 જાન્યુઆરીના રોજ ધોરણ-3, 4 અને 5માં ગણિતની પરીક્ષા લેવાશે. જયારે ધોરણ-6, 7 અને 8માં ગુજરાતી અને ગણિત, જ્યારે ધોરણ-9, 10માં વિજ્ઞાનની પરીક્ષા લેવાશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ ધોરણ-3, 4માં પર્યાવરણ, ધોરણ-5માં અંગ્રેજી અને હિન્દી, ધોરણ-6, 7 અને 8માં હિન્દી અને વિજ્ઞાન, ધોરણ-9 અને 10માં ગણિતની પરીક્ષા લેવાશે

વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની પારંગતતા જાતે ચકાસી શકે અને સ્વયં પોતે જ પોતાની પ્રેક્ટિસ દ્વારા પોતાના કયા ક્ષેત્રમાં મુશ્કેલી છે અને વધુ મહાવરો કયા ચેપ્ટરના કયા પોઈન્ટ પર કરવાની જરૂર છે તે જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ 8595524523 નંબર સેવ કરી ફક્ત હેલો લખશે તો ક્વિક રિપ્લાય મળશે. ત્યારબાદ વિદ્યાર્થીએ શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. જેથી સામેથી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની ધોરણની વિગતો આપવાની રહેશે. ત્યાર બાદ નામની ખરાઈ કરતા નોંધણી થઈ હોવાનો રિપ્લાય આવશે. ત્યારપછી વિદ્યાર્થી વોટ્સએપ પર પરીક્ષા આપી શકશે. 10 પ્રશ્નોના જવાબ આપી દીધા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે અને સાચા જવાબની એક ફાઈલ પણ મોકલાશે. જેમાં વિદ્યાર્થીને કચાશ જણાશે તે મુદ્દાની લીંક પણ મોકલાશે.

(11:00 am IST)
  • સત્તાના સૂત્રો સંભાળતાવેંત જો બાયડનનો સપાટો: ટ્રમ્પના ૧૫ નિર્ણયો ફેરવી નાખ્યા:માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત :who માં અમેરિકા ફરી જોડાઈ ગયું: પાકિસ્તાન સામે સખત વલણ ચાલુ રહેશે: મેક્સિકો વોલ માટે ઇમર્જન્સી ખતમ કરવામાં આવી અને અમેરિકામાં માસ્ક અને સોશ્યલ distance ફરજિયાત બનાવાયા. access_time 11:33 am IST

  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST

  • વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં થઈ વધુ સુનાવણી : કાલે સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતા કરશે રજૂઆત : કોંગ્રેસના રાઉત દ્વારા વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં સુનાવણી : નરેન્દ્ર રાઉતના વકીલ કપિલ સિબ્બલ છે access_time 6:38 pm IST