Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વેક્સિન પહેલાં લીધી હોત તો પણ કોંગ્રેસ વિરોધ કરતઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલેના કોંગ્રેસ પર આકરા પ્રહાર :વેક્સિનના અભિયાનમાં કોંગ્રેસ રોડા નાખી રહ્યાનો આક્ષેપ

કલોલ, તા. ૨૦ : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે વિરોધીઓને નિશાને લીધા છે. નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું છે કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી. કોરોના વેક્સિનનું દેશમાં મહા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ વચ્ચે રોડા નાંખી રહ્યું છે. નીતિન પટેલે કોંગ્રેસના લોકોને સીધા જ પંચાતિયા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, હાલ કોંગ્રેસ અમને પુછી રહી છે કે કેમ બીજેપીના નેતાઓ વેક્સિન નથી લેતા. પરંતુ વેક્સિન અમે પણ પહેલા લીધી હોત તો ય કોંગ્રેસ વિરોધ કરત, ન લીધી તોય કોંગ્રેસના પંચાતિયા કહે છે કે તમે પહેલા લો.

આરોગ્ય કર્મીની હડતાળ મુદ્દે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય કર્મીઓ હડતાળ પાછી લે. આરોગ્ય કર્મીઓના પ્રશ્નો મુદ્દે સરકાર ગંભીર હોવાનું જણાવ્યું છે. આરોગ્ય કર્મીઓને નીતિન પટેલે જણાવ્યું કે હડતાળ માટેનો આ યોગ્ય સમય નથી. હાલ દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

કલોલમાં નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલના હસ્તે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કલોલમાં રૂપિયા ૩ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તૈયાર થયું છે. જેમાં ઓપીડી, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટરની સુવિધા લોકોને આપવામાં આવી છે. એટલું જ નહીં, નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

કલોલ ખાતેના નવીન સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું છે. આધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે. જેમાં ઓપીડી વિભાગ, આઈપીડી વિભાગ, ગાયનેક વિભાગ, ઓપરેશન થિયેટર, ડાયાલીસિસ સેન્ટર સહિતની સુવિધાઓ છે. અંદાજીત ૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે આવેલા નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે.

(7:34 pm IST)