Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પૂછપુરા ગામે મીની પુલ અને અન્ય ગામને જોડતો રસ્તાની કામગીરી કરવા બાબતે મામલતદારને રજુઆત

ટુક સમયમાં આ કામ કરવામાં નહિ આવેતો ગ્રામજનો આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશે તેવી ચીમકી પણ ઉચ્ચારી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પૂછપુરા ગામમાં મીની પુલ અને અન્ય ગામને જોડતો રસ્તો બનાવવા ગ્રામજનો દ્વારા મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.

 ગ્રામજનોએ રજુઆત માં જણાવ્યું છે કે છેલ્લાં ઘણાં વર્ષોથી પૂછપુરા ગામે આવવા જવા માટે માત્ર એકજ રસ્તો છે અને અન્ય ગામને જોડતા એક પણ રોડ નથી જેથી ગ્રામજનોને તાલુકા મથકે જિલ્લા મથકે ખેતીકામ અર્થે તેમજ વિદ્યાર્થીઓને જવું હોયતો ચોમાસા દરમિયાં ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનોની આ પ્રાથમિક સમસ્યા છે જેનો ઉકેલ આજ સુધી કોઈ અધિકારી કે સરપંચ લાવતા નથી કોઈ જોવા પણ નથી આવતું જેથી કરીને ઘટતી કાર્ય વાહી કરવા તિલકવાડા મામલતદારને રજુઆત કરી છે.સાથે સાથે ટુક સમયમાં આ કામ કરવામાં નહિ આવેતો ગ્રામજનો આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

(10:35 pm IST)