Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજપીપળા ભાટવાડા વિસ્તારમાં બે વખત પાણીનો પુરવઠો આપવા મુખ્ય અધિકારીને રજુઆત કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં પાણીની મોકાણ હોય આજે એક સંભવિત ઉમેદવારે ભાટવાડા વિસ્તારમાં પાણી બાબતે ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે.
સંભવિત ઉમેદવાર રાજેશભાઇ માલીએ પાલિકાના મુખ્ય અધિકારીને લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે ચાર દિવસ પહેલા વોર્ડ નં.૪ ભાટવાડા વિસ્તારમાં પ્રચાર માટે ગયો હતો ત્યારે લોકોએ મને ભાટવાડાના હોળી ચકલા તથા ચાચા નહેરુ બાલમંદિર વાળા વિસ્તારમાં સાત દિવસ પહેલા બે વખત પાણી આવતું હતું અચાનક પાણાનો પુરવઠો એક જ વખત કરી દેતા પાણી વગર ભારે મુશ્કેલી પડતી હોય પાણીનો પુરવઠો બે વખત આપવામાં આવે તો ત્યાંના લોકોને કોઈ અગવડ પડે નહી.આ વિસ્તારમાં ૧૦ દિવસ પહેલા બે વખત ફોર્સથી તેમજ પર્યાપ્ત પાણી નો પુરવઠો આપવામાં આવતો હતો જે અચાનક એવુ તો શું થયુ કે પાણીનો પુરવઠો એક જ વખત આપવામાં આવે છે ? કયા કારણસર છેલ્લા ૧૦ દિવસથી એક જ વખત પાણી આવે છે ? કોઈ ટેકનીકલ ખામી હોય તો તે તાત્કાલીક દુર કરી પાણીનો પુરવઠો બે વખત આપવામાં આવે તેવી રજુઆત કરી છે.

(10:32 pm IST)