Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી : ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે સરકારના વિવિધ વિભાગો સાથે બેઠક યોજાઈ

ચૂંટણી અધિકારીઓ, સ્ટાફ,તેમજ ચૂંટણીની વ્યવસ્થા માટે ગ્રાન્ટની જરૂરિયાત અંગે ચર્ચા

અમદાવાદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી શરૂ કરાઈ છે રાજ્યના ચૂંટણી કમિશનરના અધ્યક્ષપદે સરકારના વિવિધ વિભાગો સાથે બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યત્વે

ચૂંટણી અધિકારીઓ, સ્ટાફ,તેમજ ચૂંટણીની વ્યવસ્થા માટે ગ્રાન્ટની જરૂરિયાત અંગે ચર્ચા થઇ હતી

રાજ્યમાં ફેબ્રુઆરીમાં યોજાનારા સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણીની તૈયારી સંદર્ભે સંજય પ્રસાદ (રાજ્ય ચૂંટણી કમિશનર ) ના અધયક્ષપદે સરકારના વિવિધ વિભાગો સાથે બેઠક યોજવામાં આવી હતી ચૂંટણી સંદર્ભે પ્રવર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પંકજકુમાર અધિક મુખ્ય સચિવ,ગૃહ વિભાગ અને આશિષ ભાટિયા પોલીસ મહાનિર્દેશક,સાથે સમીક્ષા કરી એસઆરપી અને પેરામિલ્ટ્રી ફોર્સ સહીત પોલીસ ફોર્સની જરૂરિયાતઅંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

 બેઠકમાં મુકેશ પુરી,અધિક મુખ્ય સચિવ,શહેરી વિભાગ અને એ,કે,રાકેશ,અધિક મુખ્ય સચિવ પંચાયત,વિભાગ સાથે ચૂંટણી  અધિકારી અને સ્ટાફની તેમજ ચૂંટણી વ્યવસ્થા માટૅ અને ગ્રાન્ટની જરૂરિયાત અંગે ચર્ચા કરવામાં આવી હતી

(10:02 pm IST)