Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક સાથે ટ્રક અથડાતા લોકોએ ટ્રકચાલકને લમધાર્યો

અક્સમાતમાં કોઈ જાનહાની નથી:બેફામ હંકારતા ટ્રક ચાલક ઉપર લોકોએ ગુસ્સો ઠાલવ્યો

અમદાવાદ:શહેરના નરોડા વિસ્તાર નજીક આવેલા રણાસણ ખાતેના રિંગ રોડ સર્કલ પર બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાંશકારો અનુભવ્યો હતો પરંતુ અકસ્માતને પગલે લોકોએ પિત્તો ગુમાવ્યો હતો.અને બેફામ હંકારતા ટ્રક ચાલકને લમધાર્યો હતો 

  આ અકસ્માત થતાં લોકોએ ટ્રક ચાલકને ઢોર માર માર્યો હતો. અકસ્માતને કારણે ભારે ટ્રાફીક જામ થઈ ગયો હતો આ ઘટનાને પગલે લોકોએ રોજીંદા ટ્રાફીક અને બેફામ ટ્રક હંકારતા ટ્રક ચાલકો પરનો રોષ આ ટ્રક ચાલક પર ઠાલવી દીધો હતો. બનાવને પગલે પોલીસે બાદમાં ટ્રાફીક ક્લીયર કરાવ્યો હતો.

(10:10 pm IST)