Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

સરકાર હિન્દૂ વિરોધી એજન્ડાને સાકાર કરવાના પ્રયત્ન કરી રહી છે :વિહિપનો સનસનીખેજ આરોપ

વીએચપી,બજરંગદળના કાર્યકર્તા અને અનેક હિંદુઓને વર્ષો સુધી હેરાન કરાયા :જેલમાં મોકલી અને હત્યાનો પણ આરોપ લગાવાયો

અમદાવાદ :વિહિપે સરકાર સામે ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયા અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલ વિવાદમાં વિહિપ તરફથી મોટું નિવેદન આવ્યું છે.જેમાં  વિશ્વ હિંદુ પરિષદે રાજ્ય સરકાર પર વર્ષ 2002માં હિંદુઓને જેલ મોકલવાનો અને તેમની હત્યાનો આરોપ મુક્યો છે. કહેવામાં આવ્યું છે કે, વીએચપી, બજરંગ દળના કાર્યકર્તાઓ અને અનેક હિંદુઓઓને ઘણાં વર્ષો સુધી હેરાન કરવામાં આવ્યા અને પ્રવીણ તોગડીયા સાથે આ સૌને ખોટા મામલાઓમાં ફસાવવામાં આવ્યાછે 

  પરિષદે આ અંગે એક પત્રકાર વિક્ષપ્તિ પણ લાગુ કરવામાં આવી છે, જેમાં આરોપ મુકવામાં આવ્યો છે કે, આ બહાને સરકાર પોતાના હિંદુ-વિરોધી એજન્ડાને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

  દરમિયાન એવા પણ અહેવાલ હતા કે વિશ્વ હિંદુ પરિષદના નેતા ડૉ.પ્રવીણ તોગડીયાની સંગઠનમાંથી છુટ્ટી થઇ શકે છે. તેમણે પત્રકારો સાથે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું, એ પછી વિહિપ દ્વારા આયોજિત કરવામાં આવેલ સંત સંમેલનમાં પ્રવીણ તોડીયા જોવા નહોતા મળ્યા. આ પરથી તારણ કાઢવામાં આવ્યું હતું કે, વિહિપ અને પ્રવીણ તોગડીયા વચ્ચે ખટાશ આવી છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદના માર્ગ દર્શક મંડળના સભ્ય સ્વામી ચિન્મયાનંદે સ્પષ્ટ રીતે કહ્યપં હતું કે, પ્રવીણ તોગડીયાને પ્રયાગરાજના સંત સંમેલનમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ન આવ્યા. હવે વિહિપ તરફથી આવેલ નિવેદન બાદ લાગે છે કે તેઓ હજુ પણ પ્રવીણ તોગડીયાની પડખે છે.

(6:18 pm IST)