Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારઅે જે-જે ખર્ચ કર્યો તેની વિગતો થઇ જાહેર

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોત-પોતાના મત વિસ્તારોમાં ખર્ચ કર્યો હતો. ત્યારે ચૂંટણીના પ્રચારમાં જે ખર્ચ કરવામાં આવ્યો છે તેની રકમ ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી હતી.

 ઉમેદવારોના જાહેર થયેલા ખર્ચમાં, પ્રચાર પાછળ સૌથી વધુ ખર્ચ જોઇઅે તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જિતુ ભાઇ વાધાણીએ 24 લાખ 89 હજાર 306 રૂપિયાનો કર્યો છે.

જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 18 લાખ 65 હજાર અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચૂંટણી પ્રચારમાં 16 લાખ 37 હજાર 521 રૂપિયાનો ખર્ચ કર્યો છે.

પક્ષોના ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ 8 લાખ 67 હજાર 908 રૂપિયાનો ચૂંટણી પ્રચારમાં ખર્ચ કર્યો છે. જ્યારે પહેલી વખત ચૂંટણી લડનાર યુવા અને અપક્ષ ઉમેદવાર જિજ્ઞેશભાઇ મેવાણીએ પણ 5 લાખ 20 હજાર 553 રૂપિયાનો ચૂંટણી કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી 

બેઠક રાજકોટ પશ્ચિમ

ચૂંટણીમાં કરેલો ખર્ચો 

પ્રચાર સભા રેલી - રૂપિયા 3,24,000

પ્રચાર વાહનો - 4,84,000

કાર્યકરોને આપેલું માનદ વેતન - 3,89,500

ભોજન ખર્ચ - 2,13,250

ઉમેદવારનો કૂલ ખર્ચ - 18,65,016

પક્ષ નો ખર્ચ - 1,20,090

પક્ષ તરફ થી મળેલી કૂલ રકમ - 20 લાખ તથા

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

બેઠક મહેસાણા

ચૂંટણીમા કરેલો ખર્ચો

નીતિન પટેલ કૂલ ખર્ચ પક્ષ સાથે - 16,37,521

પ્રચાર, સભા અને રેલી - રૂપિયા 5,71,022

પક્ષ દ્વારા પ્રચાર ખર્ચ - 1,95,747

પ્રચાર સામગ્રી ખર્ચ - 2,07,078

સોશિયલ મીડિયા ખર્ચ - 64,620

વાહનો પાછળ ખર્ચ - 66,004

પ્રચાર એજન્ટ ખર્ચ - 2,66,113

ચા પાણી પાછળ ખર્ચ - 36,495

ભોજન ખર્ચ - 1,77,560

સંસ્થાઓ વ્યક્તિઓ દ્વારા મળેલી રકમ - 2,50,000

પક્ષ તરફથી મળેલી રકમ - 20 લાખ તેમજ

 

જીતુભાઇ વાઘાણી ભાજપ પ્રદેશ પ્રમુખ ભાવનગર

જાહેર સભા સરઘસ રેલી ખર્ચ - 6,78,159

પ્રચાર સામગ્રી નો ખર્ચ - 1,87,220

સોશિયલ મીડિયા - 3,01,755

વાહન ખર્ચ - 5,22,067

ચા પાણી ખર્ચ - 20 હજાર 

પ્રચાર કાર્યકરોના ભોજન - 38 હજાર 

કૂલ ખર્ચ - 24,89,306

પક્ષ તરફથી મળેલી રકમ 20 લાખ

પ્રચારકોની જાહેરસભા પાછળ ખર્ચ - 4,75,000

 

પરેશભાઇ ધાનાણી, અમરેલી કોંગ્રેસ

જાહેર સભા સરઘસ રેલી પાછળ ખર્ચે - 6,61,960

પ્રચાર સામગ્રી - 1,10,880

ચા પાણી ખર્ચ - 19,005

સ્ટાર પ્રચારકોનો નિવાસ અને ભોજન ખર્ચ - 1,16,540

કૂલ ખર્ચ - 16,54,851

પક્ષ તરફથી મળેલી રકમ - 20 લાખ

અન્ય વ્યક્તિ કે સંસ્થા તરફથી મળેલી રકમ - 66,98,000

રાહૂલ ગાંધીની સભા માટે ખર્ચ - 1,50,660

 

અલ્પેશભાઇ ઠાકોર, રાધનપુર કોંગ્રેસ

જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ - 7,65,433

વાહન ખર્ચ - 68,000

ચા પાણી ખર્ચ - 62,000

ભોજન અને અન્ય - 3,93,897

પક્ષ તરફથી મળેલી રકમ - 20 લાખ

કૂલ ખર્ચ - 8,61,908

 

જીગ્નેશભાઇ મેવાણી, વડગામ અપક્ષ

જાહેર સભા, સરઘસ રેલી ખર્ચ - 4,93,728

વાહન ખર્ચ - 21,825

ચા પાણી - 1,800

સ્ટાર પ્રચારકો નિવાસ અને ભોજન ખર્ચ - 1 લાખ 

કૂલ ખર્ચ - 5,20,553

વ્યક્તિઓ સંસ્થાઓ તરફથી મળેલી રકમ - 5,56,611

(11:15 pm IST)