Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વડોદરામાં એસ્સારના પેટ્રોલપંપમાં યુવકની બાઇકમાં આગ ભભૂકી;અફરાતફરી

બાઈકની આગે મોપેડને પણ ઝપટે લીધું :ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ આગ બુજાવી દેવાઈ

વડોદરાના પ્રતાપનગરમાં આવેલ અપ્સરા સિનેમા પાસેના એસ્સાર કંપનીના પેટ્રોલ પંપ ઉપર એક બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી આ બનાવની જાણ ફાયરબ્રિગેડને કરતા 6 થી 7 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે રવાના કરાઈ હતી જોકે ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો

  જાણવા મળત્યુ વિગત મુજબ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલા એક યુવકની બાઇકમાં અચાનક આગ લાગી હતી જેના કારણે પંપ ઉપર હાજર અન્ય ગ્રાહકો, રિક્ષા ચાલકો અને પેટ્રોલ પંપના કર્મીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી જોતજોતામાં બાઇક ભડકે બળવા માંડ્યુ હતુ. લાઇનમાં પેટ્રોલ ભરાવા ઉભેલા અન્ય ગ્રાહકો પણ પોતાના વાહનો છોડી ભાગવા લાગ્યા હતા.

 પલ્સર બાઇકમાં લાગેલી આગની ઝપેટમા એક મોપેડ પણ આવી ગયુ.હતું જોકે પેટ્રોલ પંપ ઉપર આગ લાગી છે તેવો કોલ મળતા વડોદરા ફાયરબ્રિગેડ દોડતુ થયુ હતુ. પરંતુ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા પેટ્રોલ પંપના કર્મીઓએ બાઇકમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ફોર્મનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો.

  આ અંગે તપાસ કરતા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા આવેલા વાહનમાં અચાનક સ્પાર્ક થયો હોવાના કારણે વાહનમાં આગ લાગી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે

(9:50 pm IST)