Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ગેરકાયદેસર ખનન સામે રોષ વ્યકત કરવા ઈડર સજ્જડ બંધ

ઈડર ગઢ બચાવો સમિતિ દ્વારા  ગામ બંધનું એલાન અપાયું હતું. બેફામ અને ગેરકાયદે થતી ખનન પ્રવૃતિના વિરોધમાં આજે સાબરકાંઠાના  લોકોએ સજ્જડ બંધ પાળીને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો.  અનેક રજૂઆતો છતા ખાણ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ પણ ઈડરમાં ખાણ માલિકો અને લોકો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો ત્યારે ગેરકાયદેસર થતા ખનન સામે હવે લોકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. પ્રાચીન ધરોહરને બચાવવા માટે લોકો સ્વૈચ્છીક રીતે બંધના એલાનમાં જાડાયા છે.

(6:16 pm IST)