Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

૧૨ લાખની વસુલાત માટે એમએસ યુનિ.ના વિદ્યાર્થીનું અપહરણ કરી ૧૦ દિવસ સુધી હોટલમાં ગોંધી રખાયોઃ પોલીસે દરોડો પાડી છોડાવ્યો

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એફવાયબીકોમનો વિદ્યાર્થી ઋતુરાજ બ્રહ્મભટ્ટ તેના ડ્રાઇવીંગ કરતા પિતાને આર્થિક રીતે મદદરૂપ થવા વિઝા કન્સલટન્ટને લગત કામગીરી કરતો હતો. આ દરમિયાન વડોદરાના ફતેહગંજ સેવન સ્ટાર વિઝા કન્સલટન્ટસી ચલાવતા શબીર પટેલે તેના ૮ ગ્રાહકોને વિઝા માટે ગાંધીનગરમાં વિઝા આપવાનું કામ કરતા રાજેન્દ્રસિંહ દશરથસિંહ ચાવડાને રૂ. ૧ર લાખ ઋતુરાજના કહેવાથી મોકલ્યા હતા. પરંતુ રાજેન્દ્રએ આપેલ એ વિઝા બોગસ નિકળતા શબીરે ઋતુરાજ પાસે ઉઘરાણી શરૂ કરી હતી અને ૯ જાન્યુઆરી ર૦ï૧૮ના રોજ અમદાવાદ સીટીએમ પાસેથી ઋતુરાજના માસીના દિકરા પાર્થનું અપહરણ કરી ફતેહગંજ નરહરી સર્કલ પાસે આવેલી હોટલ સ્વીટ ડ્રીમ્સના રૂમમાં ગોંધી દીધો અને પછી ઋતુરાજને હોટલ પર આવી ભાઇને છોડાવી જવા કહયું. આથી ૧૦મીએ ઋતુરાજે હોટલ પર જઇ અને માસીના દિકરા ભાઇ પાર્થને છોડાવ્યો હતો. પછી શબીરે ઋતુરાજને હોટલમાં ગોંધી રાખતા ઋતુરાજના પિતા તેના બે ભાઇઓ સાથે ૧૪ જાન્યુઆરીએ શબીરને મળવા ફતેહગંજ સદરબજારમાં ગયા હતા. ત્યારે શબીરે તેમને રૂ. ૧ર લાખ આપી પુત્રને છોડાવી જવા કહયું હતું. પરંતુ પૈસાની વ્યવસ્થા નહિ થતા ઋતુરાજના પિતાએ સાઇબર સેલના પીઆઇ એ.આર.ગોહીલને સમગ્ર હકિકત જણાવતા પીઆઇ અને તેમની ટીમે હોટલમાં રાત્રે દરોડો પાડી અને ઋતુરાજને રૂમમાંથી છોડાવ્યો હતો અને શબીર અલીભાઇ પટેલ રહે. સેવા સમાજ સોસાયટી અરવિંદ ગાર્ડન પાસે ફતેહગંજ અને હેમલસિંહ વિક્રમસિંહ વાસીયા રહે. શેઠ શેરી બાજવાડા વડોદરાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(6:21 pm IST)