Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

વાલીઓને લૂટતા શાળા સંચાલકો વતી કેસ ન લડોઃ કપિલ સિબ્બલને કોîગ્રેસની અપીલ

ગુજરાતમાં શિક્ષણ અતિ મુશ્કેલઃ ડો. મનીષ દોશીનો ખૂલ્લો પત્ર

અમદાવાદ, તા. ૨૦ :. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષના ભાજપ શાસનમાં શિક્ષણના ખાનગીકરણની સાથોસાથ વ્યાપારીકરણ બેફામ અને વ્યાપક થયું છે. ગુજરાતના ગરીબ, સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને પોતાના બાળકોને શિક્ષણ આપવું અતિ મુશ્કેલ બની ગયું છે. ગુજરાતની ભાજપ સરકારના છેલ્લા ૧૫ વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓનું માળખુ તોડી નાખવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્ના છે. વ્યાપક માંગ છતા વ્યાજબી ફી માં સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓને નવી મંજુરી ન આપવી અને બીજી બાજુ વર્ષોથી સ્થપાયેલ સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓ બંધ થાય તે પ્રકારની નીતિ રાજ્ય સરકાર અખત્યાર કરી રહી છે.

ફી નિયમનના કાયદાની ઐસીતૈસી કરીને મનસ્વી રીતે ફી ઉઘરાવવા અને બળજબરીપૂર્વક ફી ઉઘરાવનાર શાળા સંચાલકો સામે ગુજરાતના વાલીઓમાં ઉગ્ર આક્રોશ સાથે અજંપો છે. ગુજરાતના વાલીઓને વ્યાજબી ફી માં શિક્ષણ મળી રહે તે હેતુ ફી નિયમન કાયદાનો અસરકારક-પારદર્શક રીતે અમલ થાય તે માટે કોîગ્રેસ ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ સાથે છે.

આપ સર્વોચ્ચ અદાલતના ખ્યાતનામ વરિષ્ઠ ધારાશાસ્ત્રી છો. વ્યવસાયીક દ્રષ્ટિએ આપ કોઈપણ કેસ લડી શકો છો, પણ જ્યારે કોîગ્રેસ વિદ્યાર્થી-વાલીઓના હિતમાં લડત આપતુ હોય. શિક્ષણના વ્યાપારીકરણ સામેની લડત લડતો હોય. તેવા સંજાગોમાં બેફામ લૂંટફાટ કરતા શાળા સંચાલકોનો કેસ ન લડવા અમારી અપીલ છે તેમ ડો. મનીષ દોશીએ કપિલ સિબ્બલને પત્રમાં જણાવ્યુ છે.

(2:30 pm IST)