Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

અમદાવાદના વિજયનગરના બંધણા ગામે જૂની અદાવતની રીસ રાખી બાઈક પર પસાર થતા શખ્સોએ અન્ય બાઈક ચાલકને ઇજા પહોંચાડતા ગુનો દાખલ

 વિજયનગર:તાલુકાના બંધણા ગામના યુવાન  હસમુખભાઈ ગોવિંદભાઇ. બારાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે રાત્રીના સાડા આઠેક વાગ્યે બાઈક ઉપર પોતાના ઘરે જતો હતો દરમિયાન બંધણા ગામના પુલ પાસે આવતા અચાનક રોડની સાઇડમાં સંતાયેલા  બંધણા ગામના દિનેશભાઇ મંગળાજી બારા તથા કનુભાઇ શનાજી બારા ઓચિંતા  રોડ ઉપર દોડી આવ્યા હતા  અને દિનેશભાઇએ   એને ચાલુ બાઈકે  કપાળના ભાગે લાકડી મારી દેતા   નીચે પડી પટકાઇ ગયો હતો. તે સમયે કનુભાઇએ એને ગડદા પાટુનો માર મારતા કહેતા હતા કે તે અમારી સાથે અગાઉ કેમ બોલાચાલી કરી હતી તેમ કહી બન્ને જણાએ મૂઢ માર મારતા  આ યુવાન બાઈક ચાલકના માથામાં  તેમજ શરીર ઇજાઓ થઈ હતી. બન્ને જણા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને નાસી છૂટયા  હતા. તે પછી  માથાના ભાગે તથા શરીરે ઇજા થઇ હતી. જેથી  વિજયનગર આવી સરકારી સીવીલમાં માટે એને ખસેડવામાં આવ્યો હતો. સારવાર લઈ આવ્યા પછી આજરોજ વિજયનગર પોલીસ મથકે આ બાઈક ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે બન્ને આરોપીઓ દિનેશભાઇ મંગળાજી બારા તથા કનુભાઇ શનાજી બારા સામે ગુનો નોંધીને હે.કો.વિજયકુમાર અમૃતલાલે વધુ તપાસ હાથ ધરી છે.

(5:07 pm IST)