Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

માસ પ્રમોશન આપવા બાબતે હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી: જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર : છેલ્લા બે દિવસથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. ત્યારે આ સમાચાર અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે. ધોરણ 1 થી આ8માં માસ પ્રમોશન અંગે હાલ કોઇ વિચારણા નથી. ત્યારે રાજ્યભરના લાખો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર કહી શકાય.

(3:04 pm IST)
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇએ ટ્વિટ કરી નવરાત્રી પર્વની શુભેચ્છા પાઠવી : નવરાત્રીના પાવની પર્વની શુભેચ્છાઓ, જગત જનની માતા જગદંબા તમામના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો સંચાર કરે જય માતાજી access_time 3:27 pm IST

  • જીએસએફસીના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે અંકિતા ક્રિશ્ચયનની નિમણુંક : અમદાવાદઃ ગુજરાત સરકારના નાણાં ખાતાના ફાઇનાન્સીયલ એડવાઇઝર (આઇએન્ડએમડી) તરીકે સેવા આપી રહેલા સુશ્રી અંકિતા આર ક્રિશ્ચિયનની ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ફાયનાન્સીયલ કોર્પોરેશનના (જીએસએફસી)ના બોર્ડ ઉપર ડાયરેકટર તરીકે શ્રી કમલેશ પટેલના સ્થાને નિમણુંક કરવામાં આવી છે. access_time 2:47 pm IST

  • અંતે જેટ એરવેઝને નવા બોસ મળી ગયા : કાલરોક-મુરારીલાલ જલાન કોન્સોરતટીયમ નજીકના ભવિષ્યમાં જેટના વિમાનો ઉડાડવા પ્લાન કરી રહ્યાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 5:08 pm IST