Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

થરાદ રેફરલ ચાર રસ્તા પર અકસ્માત એક વ્યક્તિનું કરૂણમોત : એક ગંભીર

ગંભીર ઇજાગ્રસ્તને સારવાર માટે મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડાયો

બનાસકાંઠાના થરાદમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકના ટાયર નીચે બાઈકચાલક કચડાઈ જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે

  આ અંગે મળતી વિગત મુજબ થરાદમાં રેફરલ હોસ્પિટલ આગળ જ એક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા તે વ્યકિત ટ્રકના ટાયર નીચે કચડાઇ ગયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક કીર્તિભાઈ ગોહિલને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.

આ અકસ્માતમાં અન્ય બાઈકસવાર મુકેશ ચૌહાણને પણ ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થરાદ શહેરના ભરબજારમાં ગંભીર અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકના મૃતદેહને રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:18 pm IST)