Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

અમદાવાદમાં આંતકી હુમલાની દહેશતથી પોલીસ તંત્ર એલર્ટ: તમામ વાહનોના ચેકિંગ કરવા સૂચના

મૉલમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ અને વાહનની નીચે મિરર દ્વારા ચેકિંગ કરવા તેમજ મૉલમાં પ્રવેશતા તમામ લોકોનું ચેકિંગ કરવા નિર્દેશ : મૉલની સુરક્ષાને લઈને ખાસ જાહેરનામું

અમદાવાદ :શહેર પોલીસ કમિશ્નરે તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં તેઓએ શહેરના મોલને આંતકી હુમલાની દહેશતને કારણે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં અગાઉ આતંકી હૂમલા થઈ ચૂક્યાં છે. ત્યારે દેશમાં ગુજરાત પણ સંવેદનશીલ રાજ્યો પૈકીનું એક છે.

અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા શહેરના મૉલની સુરક્ષાને લઈને ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, ભૂતકાળમાં વિશ્વમાં અનેક દેશોમાં આતંકવાદી હૂમલાઓ થઈ ચૂક્યા છે. જેને ભવિષ્યમાં પણ નકારી શકાય તેમ નથી. જેથી અમદાવાદના મૉલને સુરક્ષાની તકેદારી રાખવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત પોલીસને પણ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી લઈને તમામ વાહનોના ચેકિંગ કરવા માટેની પણ સૂચનાઓ અપાઈ છે.

 

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા મોલમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવું,વાહનની નીચે મિરર દ્વારા ચેકિંગ કરવું,મૉલમાં પ્રવેશતા તમામ લોકોનું ચેકિંગ કરવું,કોઈ એક્સપલોઝીવ,હથિયારની ચેકિંગ કરવું,મેટલ ડિટેક્ટર અને અન્ય ઇક્યુપમેન્ટનો ઉપયોગ કરવો,
મહિલાના ચેકિંગ માટેની પણ વ્યવસ્થા કરવી,મૉલમાં આવતા તમામ લોકોના સામાનનું સ્કેનિગ કરવું, મૉલના એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ પર નાઈટ વિઝન સાથેના CCTV કેમેરા રાખવા અને CCTV મોનિટરિંગ માટે 24/7 કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવોજેવી સૂચનાઓ અપાઈ છે

(6:52 pm IST)