Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વડોદરાના ડભોઈરોડ નજીક રહસ્યમય સંજોગોમાં વેપારી ગુમ થઇ જતા પરિવાર ચિંતામાં

વડોદરા: શહેરના ડભોઇરોડ વિસ્તારમાં રહેતા ફૂટવેરના વેપારી પોતાની દુકાનમાંથી રવિવારે રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ જતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે ડભોઇરોડ પર આવેલ સાવન રેસિડેન્સી ખાતે પિઓની ટાવરમાં રહેતા મહેશ રતિલાલ જેઠવા (ઉ.વ.૫૯) ડભોઇમાં કાજીવાડ મસ્જિદ પાસે ન્યુ જ્યોતિ ફૂટવેર નામની દુકાન ધરાવે છે તેમના બે પુત્રો પૈકી એક પુત્રની પણ ડભોઇમાં જેઠાણી કોમ્પ્લેક્સમાં શુઝની દુકાન છે. તા.૧૭ના રોજ મહેશભાઇ પોતાની દુકાન પરથી કોઇને કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતાં.

આ અંગે પરિવારજનોએ તપાસ કરવા છતાં મહેશભાઇનો કોઇ પત્તો લાગ્યો ન હતો. મહેશભાઇના પુત્ર મિલને પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે પિતાએ બેંક ઓફ ઇન્ડિયામાંથી રૃા.૫ લાખની લોન લીધી હતી અને લોનના હપ્તા નહી ભરાતા દેવું વધી ગયું હતું. કામ ધંધો પણ ચાલતો નહી હોવાથી તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતાં અને તેઓ સંવેદનશીલ સ્વભાવના હોવાથી ચિંતામાં ક્યાંક જતા રહ્યા છે.

 

(6:02 pm IST)