Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

સુરતના વરાછા વિસ્તારમાં યુવાન પરિણીતાને સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી દૂરના કાકાએ અવારનવાર દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી

સુરત, : સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવાન પરિણીતાને પ્રથમ મુલાકાતની સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી દૂરના કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. દૂરનો કાકા હોવા છતાં તે પરિણીતાને પખવાડીયા અગાઉ ભગાવી પણ ગયો હતો. બંને ભાવનગરથી પાવાગઢ જતા હતા ત્યારે કુટુંબીઓએ ઝડપી લીધા બાદ પરિણીતાએ ગતરોજ આ અંગે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાકાની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનની વતની અને સુરતમાં છેલ્લા દોઢ મહિનાથી વરાછા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 21 વર્ષીય મીતા ( નામ બદલ્યું છે ) ના લગ્ન ફેબ્રુઆરી 2020 માં વતનમાં થયા હતા. તેના કુટુંબી કાકા લક્ષ્મણ વાઘારામ રબારી ( રહે. ફ્લેટ નં.304, સત્યનારાયણ બિલ્ડીંગ, પ્રકાશભાઈ સંઘવીના મકાનમાં, કંસારા શેરીના નાકે, મહીધરપુરા, સુરત. મુળ રહે.જોલપુર, તા.રેવધર, જી.શિરોહી, રાજસ્થાન ) સાથે તેની મોબાઈલ ફોન પર અવારનવાર વાત થતી હતી. બીજા લોકડાઉનમાં મીતા પરિવાર સાથે વતન ગઈ હતી ત્યારે સુરતથી વતન આવેલા લક્ષ્મણે ગામના મંદિર પાસે મળવા બોલાવી ત્યાં સેલ્ફી લીધી હતી. લોકડાઉન પૂરું થતા મીતા સુરત પાછી ફરી હતી. દરમિયાન, ગત 16 સપ્ટેમ્બરના રોજ તે ઘરે એકલી હતી ત્યારે લક્ષ્મણ મળવા આવ્યો હતો અને પહેલી મુલાકાતની સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

(5:58 pm IST)