Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વસો ગામની સીમમાં નજીવી બાબતે થયેલ જૂથ અથડામણમાં સામસામે ફરિયાદ

નડિયાદ: વસો ગામની સીમમાં આવેલ ઇન્દિરાનગરી પાસેના મહાદેવ મંદિર પાસે માટી કાઢવા અંગે જૂથ અથડામણ થઇ હતી.આબનાવ અંગે વસો પોલીસે  સામસામી ફરિયાદો લઇ રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર વસો ચરામાં રહેતા વનરાજભાઇ ભરવાડે  સમારકામ માટે  જગ્યા રાખી હતી.તે જગ્યા પર મફતભાઇ ભરવાડ અને રમેશભાઇ વણઝારા માટી કાઢતા હતા.જેથી વનરાજડભાઇ તે જગ્યાએ પહોચ્યા હતા અને કહેલ કે આ ખેતર શૈલેષભાઇ ભોઇ પાસેથી રાખ્યુ છેતેમાં તમે કેમ માટીકાઢો છઓ,તેમ કહેતા મફતભાઇ કહેલ કે હુ માટી કાઢુ તેમા તને શુ તકલીફ છે. તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.જેથી ગાળો બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઇ ઝઘડો કરવા લાગ્યા હતા. વળી તે સમયે કેટલાક વ્યક્તિઓને ફોન કરી સ્થળ પર બોલાવ્યા હતા.જેમાં મફાભાઇ, રણમલભાઇ, અરજણભાઇ, ગોકળભાઇ, કાનજીભાઇ, માલાભાઇ, કરણભાઇ સ્થળ પર આવી મારામારી કરી હતી. આ બનાવમાં મફતભાઇને રમણભાઇએ હાથમાં રહેલા લોખંડના ધારીયાની ચાંચ મારી ઇજા કરી હતો તેમજ અરજણભાઇએ તેના હાથમાં રહેલ લાકડાનો ડંડો માથાના ભાગે માર્યો હતો.જ્યારે જગાભાઇને અરજણભાઇ અને મફાભાઇએ લાકડાનો ડંડો માથામાં માર્યો હતો.વળી નાગજીભાઇએ રણમલભાઇને ધારીયુ મારવા જતા ધારીયાની ચાંચ શરીરે વાગી હતી તેમજ માલાભાઇએ લાકડાના ડંડાથી શરીરે ઇજા કરી હતી.દેવકરણને કાનજીભાઇ, કરણભાઇએ લાકડાનો ડંડો શરીરે મારી ઇજાઓ પહોચાડી હતી. ગોકળભાઇ,રાજેશભાઇ વણઝારા,રાજુભાઇ ઉપરાણુ લઇ આવી વનરાજભાઇ અને તેમના પરિવારના સભ્યોને ગાળો બોલી હતી.એટલાથી ન અટકતા નવેય વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:56 pm IST)