Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

ગાંધીનગરના પેથાપુરમાં વૃદ્ધની નજરે ચૂકવી રિક્ષામાંથી રોકડની ચોરી કરનાર ત્રણ યુવકોની ધરપકડ

ગાંધીનગર: ગાંધીનગરના પેથાપુરમાં એક વૃધ્ધની નજર ચુકવીને રીક્ષામાંથી રોકડની ચોરી કરાયાની ઘટના બની હતી. જે અનુસંધાનમાં લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓએ ુેછેલ્લા બે માસમાં અમદાવાદ અને ગાંધીનગરમાં રીક્ષામાં પાંચ જેટલા  પેસેન્જરની નજર ચુકવીને રોકડ અને અન્ય કિંમતની મત્તાની ચોરી કરી હતી. આ અંગે વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે એચ સિંધવના સ્ટાફને બાતમી મળી હતી કે ઓટો રીક્ષામાં પેસેન્જર બેસાડીને નજર ચુકવીને રોકડ અને અન્ય કિંમતી મત્તાની ચોરી કરતી ગેંગ પેથાપુર રાંધેજા ચાર રસ્તા પાસે છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવીને રીક્ષામાં જતા ચિરાગ પ્રેમજીભાઇ સોંલકી (રહે. ઉદયનગર વિભાગ-૩અમરાઇવાડી),  પરમચંદ જૈન (રહે. ઇન્દીરાનગર-૧લાંભા) અને  હિતેશ સોંલકી (રહે. આંબેડકરનગરઅમરાઇવાડી)ને રોકીને  પુછપરછ કરતા સંતોષકારક જવાબ આપ્યા નહોતા. જેથી પોલીસે શંકાને આધારે અટકાયત કરી હતી.  જેમાં પુછપરછ દરમિયાન આરોપીઓએ દોઢ મહિના પહેલા મહેસાણાથી અમદાવાદ આવતા પાલાવાસણા ખાતે એક પેસન્જર પાસેથી  રોકડની ચોરી કરી હતી,  આ ઉપરાંતજશોદાનગર , નરોડા અને ભાટ-ગાંધીનગર વચ્ચે પણ પેસેન્જર્સને ટારગેટ કર્યા હતા. તો રાંધેજા ચાર રસ્તાથી પેથાપુર વચ્ચે એક વૃધ્ધની નજર ચુકવીને રોકડ સેરવી લીધી હતીહાલ આ ત્રણેય આરોપીઓને પેથાપુરને સોંપવામાં આવ્યા છે. આરોપી આ અગાઉ પણ ચોરીના કેસમાં અમદાવાદમાં ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.

(5:55 pm IST)