Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

હિંમતનગર-મોડાસા હાઇવે નજીક અજાણ્યા વાહનની હડફેટે વાઘબિલાડીનું મોત

હિંમતનગર: અરવલ્લીમાં વન્ય પ્રાણીઓ નામશેષ થઈ રહ્યાં છે ત્યારે ગત રાત્રે મોડાસા-હિંમતનગર હાઈવે માર્ગ ઉપર મેઢાસણ પાસે અજાણ્યા વાહનની હડફેટે વાઘબિલાડીનું મોત નિપજતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે. રાત્રે ખોરાક-પાણીની શોધમાં વન્ય પ્રાણીને મોત મળ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

મોડાસાના મેઢાસણ હાઈવે સ્ટેન્ડ પાસે રાત્રે ખોરાક-પાણીની શોધમાં નિકળી વાઘબિલાડી વાહનની અડફેટે આવી જતાં સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. સવારે વાહનોની અવર જવરથી વ્યસ્ત રહેતા માર્ગ ઉપર વન્ય પ્રાણીનો મૃતદેહ જોઈ જીવદયા પ્રેમીઓએ આંચકો અનુભવ્યો હતો. મૃતક વન્ય પ્રાણીઓને ગામડાઓમાં વાઘબિલાડી તેમજ વાઘરબિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણીનું આયુષ્ય સરેરાશ ૧૦ થી ૧પ વર્ષનું માનવામાં આવે છે.  હમણાંથી અરવલ્લીમાં જંગલી બિલાડીની સંખ્યામાં વધારો થવાની સાથે માર્ગ અકસ્માતમાં મોતના બનાવ પણ વધ્યા છે.

(5:54 pm IST)