Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વલસાડ જીલ્લાના પારડીમાં લિવ એન્‍ડ રિલેશનમાં રહેતી મીહલાની દિકરી ઉપર સાવકા પિતાએ દુષ્‍કર્મ આચર્યુઃ 10 મહિનાથી તથા અત્‍યાચારથી કંટાળીને સગીરાએ વલસાડ ચાઇલ્‍ડ વેલ્‍ફેર ઓફિસનો સહારો લેતા હેવાન સાવકા પિતાની ધરપકડ

ઘર નજીક આવેલી ઝાડીઓમાં લઇ જઇને દુષ્‍કર્મ આચરતો

ઊમેશ પટેલ/વલસાડ :પિતા માટે દીકરી  વ્હાલનો દરિયો માનવામાં આવે છે. જોકે આજના કળિયુગમાં એવા પણ હેવાન જોવા મળે છે જે દીકરી શબ્દની પરિભાષાને પણ લાજવતાં શરમ  આવતી નથી. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં પારડી ખાતે લિવ એન્ડ રિલેશનમાં રહેતી મહિલાની દીકરી ઉપર સાવકા પિતાએ દુષ્કર્મ આચરવાની ચોંકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા 10 મહિનાથી સાવકા પિતાના ત્રાસ અને અત્યાચારથી ત્રાસેલી સગીરાએ વલસાડ ચાઈલ્ડ વેલફેર ઓફિસનો સહારો લેતા પારડી પોલીસે હેવાન સાવકા પિતાની ધરપકડ કરી છે.

વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. પારડી શહેરમાં રહેતી એક સગીરા છેલ્લા ઘણા સમયથી પોતાના જ સાવકા પિતાથી ભારે પરેશાન હતી. આ સગીરાની માતા છેલ્લા ઘણા સમયથી એક યુવક સાથે લિવ એન્ડ રિલેશન સાથે રહેતી હતી. ત્યારે માતા સાથે રહેતી 14 વર્ષની સગીરા ઉપર સાવકા પિતાએ છેલ્લા 10 માસથી દુષ્કર્મ આચાર્યુ હોવાની પારડી પોલીસ મથકે સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે સાવકા પિતાની ધરપકડ કરીને મેડિકલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીનું મેડિકલ કરવી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતી એક પરિણીતાના પતિનું 4 વર્ષ પહેલાં બીમારીમાં અવસાન થયું હતું. મહિલા એક દીકરી અને દીકરા સાથે રહેતી હતી. પારડી GIDCમાં આવેલી એક કંપનીમાં કામ કરી ગુજરાન ચલાવતી હતી. જે દરમિયાન એક યુવક સાથે સંપર્કમાં આવી હતી. આ યુવક આ મહિલા સાથે લિવ એન્ડ રિલેશન શિપમાં મહિલાને રાખી હતી. ગત જાન્યુઆરી માસમાં સગીર યુવતી ઘરે એકલી હતી. ત્યારે આ સગીરાના સાવકા પિતાએ એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાને ઘરમાં કોઈને પણ કઈ કહેવા ના પાડી હતી. કોઈને કહીશ તો તને ઘરમાંથી કાઢી મુકવાની સાવકા પિતાએ સગીરાને ધમકી આપી હતી. ત્યારબાદ સગીરા જ્યારે એકલી ઘરમાં મળે ત્યારે સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચરતો રહેતો હતો. તાજેતરમાં 15 ઓક્ટોબરની રાત્રિએ સગીરા ગરબા રમી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે આ હેવાન સાવકા પિતા ઘરની બહાર ઉભો હતો. ઘર નજીક આવેલી ઝાડીઓમાં સગીરાને લઈજઈ સગીરા ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાએ તેના સાવકા બાપની હરકતોથી કંટાળી નિર્ભય બનીને વલસાડ ચાઈલ્ડ વેલફેર ઓફિસનો સંપર્ક કર્યો હતો. ચાઈલ્ડ વેલફેર ઓફિસર ASI મંજુબેને સગીરાની આપવીતી સાંભળી પારડી પોલીસ મથકે સગીરાને સંપર્ક કરવા જણાવી હતી. સગીરાએ પારડી પોલીસ મથકે સાવકા પિતા લાલુ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પારડી પોલીસે લાલુ વિરૂદ્ધ FIR નોંધી સગીરાના સાવકા પિતા લાલુની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

રાજ્યમાં મહિલા સુરક્ષા માટે અનેક કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. જોકે, આપણા સભ્ય સમાજમાં 70 ટકા બળાત્કાર અને છેડતીના કેસમાં કોઈ સગો અથવા પરિચિત જ હોય છે. ત્યારે આજના બદલાયેલા સમાજમાં દરેક યુવતીએ આસપાસના લોકોની નજર અને સ્પર્શને જરૂરથી સમજવું જોઈએ. જો કોઈ પરિચિતના વર્તનમાં બદઈરાદો દેખાય તો પોતાના પિતા કે માતાને જરૂરથી જાણ કરવી જરૂરી છે. જોકે આ કેસમાં એક સાવકા પિતાએ જ દીકરી પર  નજર બગાડી હતી. પહેલીવારમાં જ સગીરાએ પોતાને માતા સમક્ષ તેના હેવાન પિતાની કરતૂત જણાવી હોત તો કદાચ પીડિતાને વારંવાર આ હેવાનનો ભોગ ન બનવું પડ્યું હોત. જોકે હવે આ આરોપીને દાખલા રૂપ સજા થાય તેવી માંગ ઉઠી છે.

(4:20 pm IST)