Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

૧૦૦ કરોડ ડોઝની ઉજવણીઃ રસી કેન્દ્રોમાં રોશની-રંગોળીઃ ૧૦૦ ફુગ્ગા ઉડાડાશે

ફીર ખુશીઓ કા હોગા સાથ જબ ટીકા (રસી) હોગા હર હાથ

રાજકોટ, તા. ર૦ :  ભારતમાં કોરોના રસીકરણ અભિયન જોરશોરથી ચાલી રહ્યું છે. આજે સવાર સુધીમાં દેશમાં ૯૯.૧ર કરોડ ડોઝ અપાઇ ગયા છે. એકદમ ટુંક સમયમાં આ આંકડો ૧૦૦ કરોડે પહોંચે એટલે ઉજવણી વિશે ગુજરાતમાં સરકાર દ્વારા ૧૦૦ કરોડ ડોઝની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

ભારત દેશ વેકિસનેશન મહા અભિયાનમાં ૧૦૦ કરોડના રસીકરણના આંકડાને ટૂંક સમય માં પાર કરશે. આ પ્રસંગે દેશના ખૂણે-ખૂણે ઉજવણી કરવાનું આયોજન છે. ગુજરાત રાજ્યમાં પણ જિલ્લા સ્તરે આ ઉપલબ્ધિની ઉજવણી કરવાની હોઈ તે પ્રસંગે નીચે મુજબ ની પ્રવૃતિઓ કરવા સરકાર દ્વારા દરેક જિલ્લા વહીવટી તંત્રને જણાવાયું છે.

તમામ કોવિડ વેકિસનેશન સેન્ટર અને સરકારી સંસ્થાઓની ઈમારતોને લાઈટિંગથી સજાવવી.

કોવિડ વેકિસનેશન સેન્ટર ખાતે સેલ્ફી  સ્ટેન્ડ્સ લગાવવા.

ડિજિટલ LED સ્કિન/ર્હોડિંગ્સ/પોસ્ટર્સ અને બેનર, સોશિયલ મીડિયા માટે ૧૦૦ કરોડ વેકિસનેશનના ક્રિએટિવ્સ,૧૦૦ ફુગ્ગા ઉડાડવા,૧૦૦ કરોડ વેકિસનેશન અને તહેવાર બંનેની ઉજવણી માટે રસીકરણ કેન્દ્રો પર દીવા પ્રગટાવવા, CHC અને PHCના રસીકરણ કેન્દ્રો ખાતે રંગોળી પૂરવી.

સન્માન સમારોહ રસીકરણ માં મહત્વનુ યોગદાન આપનાર સરપંચ, ભ્ણ્ઘ્, ઘ્ણ્ઘ્, ડૉકટર્સ, નર્સ અને અન્ય આરોગ્ય કર્મીઓને તેમની વેકિસનેશન ડ્રાઈવમાં કરેલ કામગીરીને બિરદાવવા માટે સન્માન પત્ર આપવા. તેમને સર્ટિફિકેટ અને નાનકડી મૉમેન્ટો આપવા.

એવા સ્થાનીક લોકોની વિડીયો બાઈટ્સ જેઓ રસી લીધા બાદ તંદુરસ્તીનો અનુભવ કરતા હોય, જેના થકી તે જ વિસ્તારના અન્ય લોકોને રસીકરણ માટે પ્રોત્સાહન મળે. તેને સોશિયલ મીડિયામાં મૂકવા.

(3:21 pm IST)