Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

હું મંત્રી પછી, પહેલા એક કર્મયોગી : મુકેશ પટેલ

રાજકોટ, તા. ર૦ :  કૃષિ અને ઉર્જા રાજયમંત્રી શ્રી મુકેશ પટેલના હસ્‍તે દક્ષિણ ગુજરાતના ઓલપાડ તાલુકાના વિવિધ ગામોને જોડતા ૯ રસ્‍તાઓના કામોની ખાતુમૂહુર્ત વિધિ સંપન્ન થઇ હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશ પટેલએ જણાવેલ કે હું મંત્રી પછી છું, પહેલા એક કર્મયોગી છું. સાયણગામ દ્વારા તેમનો સત્‍કાર સમારોહ યોજાયેલ તેમણે સાયણને સ્‍વચ્‍છ અને સુવિધાયુકત બનાવવા માટે સુવ્‍યવસ્‍થિત રોડમેપ તૈયાર હોવાનું જણાવ્‍યું હતું. તેમણે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્‍યોને જુદા જુદા ગામોની નિયમિત મુલાકાત લઇ ગ્રામજનોની સમસ્‍યાઓ ઉકેલવા અનુરોધ કર્યો હતો.

 

(11:32 am IST)