Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

એરપોર્ટ પર મુસાફરોએ સિકયુરિટી ચેકિંગમાં બૂટ-મોજા : બેલ્ટ કાઢવા પડશે

તહેવારોમાં મુસાફરોના કડક ચેકિંગ માટે BCSનો આદેશ : અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે મુસાફરો ૩ કલાક પહેલા નહીં પહોંચે તો ઓફલોડ થઇ શકે છે

અમદાવાદ, તા.૨૦: કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડા અને તેજ ગતિએ વધી રહેલા વેકિસનેશનથી જનજીવન હવે પૂર્વવત્ ધબકવા લાગ્યું છે. એક સમયે ઠપ થયેલા પ્રવાસન્ને પણ હવે વેગ મળ્યો છે અને આ વખતે દિવાળીના તહેવારોમાં પ્રવાસન્ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે. દિવાળીના તહેવારોના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે  અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની આવનજાવનમાં વધારો થશે. આ સિઝન દરમિયાન મુસાફરો ફ્લાઈટના ડિપાર્ચરના ત્રણ કલાક પહેલાં નહીં પહોંચે તો આફલોડ થવાની પુરી સંભાવના છે. જે સંલગ્ન એરલાઈન કંપનીઓને પણ તેમના મુસાફરોને વહેલાં પહોંચવા  સિકયુરિટી એજન્સીએ તાકીદ કરી છે.

અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર હાલમાં ૧૦૦થી વધુ ફ્લાઈટો  સંચાલન વચ્ચે ટ્રાન્ઝિટ સહિત ૨૦ હજાર મુસાફરોનો ફુટફોલ છે. દિવાળીના તહેવારોમાં વધી પ્રતિદીન ૧૫૦ ફ્લાઇટોની આવનજાવન વચ્ચે ૨૫ હજાર મુસાફરોની મુવમેન્ટ રહેશે.  આમ દિવાળીમાં એરટ્રાફિકની સાથે પેસેન્જર ટ્રાફિક પણ વધતા હાઈએલર્ટ વચ્ચે સુરક્ષા અને સલામતી પણ એટલીજ મહત્વની છે.

મહત્વનું એ છે કે, થોડા વખત બીસીએએસએ એરપોર્ટ પર સેકયુરીટી કેટલી એલર્ટ છે તે સંલગ્ન સીઆઈએસએફના જુદા જુદા સિકયુરિટી પોઇન્ટ પર ડમી મુસાફરો બનાવી રેન્ડમલી ચેકીંગ હાથધર્યું ન હતું. જેમાં   કંઈ તથ્ય બહાર આવ્યું ન હતું. અમદાવાદ એરપોર્ટ પર ફરજ પરની સીઆઈએસએફએ મુસાફરોનું સદ્યન ચેકીંગ કરવા બ્યુરો ઓફ સિવિલ એવિએશને તાજેતરમાં એરપોર્ટ પર કરેલા ઓડિટ દરમિયાન તાકીદ કરી છે.  જેને લઈ ખાસ કરીને ફ્લાઈટમાં બેસતા પહેલા  સિકયુરિટી ચેકીંગમાં મુસાફરોએ બુટ- મોજા સહિત બેલ્ટ પણ કાઢવા પડશે આ પ્રક્રિયાથી મુસાફરોની લાંબી લાઈનો લાગશે.

જો ફ્લાઈટ ડિપાર્ચરના મુસાફર ત્રણ કલાક પહેલાં નહીં પહોચે તો આફલોડ થવાની સંભાવના વધી જશે. અમે મુસાફરોને એરપોર્ટ પર વહેલા પહોંચવા એલર્ટ મેસેજ કરીશું જેથી ઉંચા ભાડા ચૂકવીને જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાય નહીં. દિવાળી દરમિયાન મુસાફરોની વધી  અવજાવન વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુસાફરો પ્રતિબંધિત વસ્તુઓ લઈ ને ઘૂસી ન જાય માટે બુટ- મોજા સહિત બેલ્ટ પણ કઢાવીશું.

(10:05 am IST)