Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજપીપળા ટેકરા ફળીયા વિસ્તારમાં પાણીના નવા બોરનું પાલીકા સદસ્યો દ્વારા ખાતમુહૂર્ત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી જેમાં પાલિકાના યુવા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલએ ચાર્જ લેતા જ પાણી સહિતની બાબતો પર ખાસ ધ્યાન આપી કામગીરી હાથ પર લીધી હતી,જેમાં ટેકરા ફળિયાના અમુક વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ માટે સ્થાનિક કોર્પોરેટરો સાથે રહીને ટેકરા ફળીયા વોર્ડ નંબર 2 માં જૂની પાણીની ટાંકી પાસે રાજપીપળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા અને નગરપાલિકા વોર્ડ નંબર 2 ના ચાલુ સદસ્ય સુરેશભાઈ માધુભાઈ વસાવાએ લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને ટેકરા ફળિયા વિસ્તારમાં જૂની પાણીની ટાંકી પાસે નવા પાણીના બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

(10:57 pm IST)