Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

રાજપીપળા ભાટવાડા વિસ્તારમાંથી મોટરસાઇકલની ચોરી થતા ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના વડા મથક રાજપીપળા ના ભાટવાડા વિસ્તાર માંથી ઘરના આંગણે પાર્ક કરેલી બાઈક નો ચોરી થતા માલીકે ફરીયાદ આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દિપેનકુમાર અશોકભાઈ ચૌહાણ નાઓએ આપેલી ફરીયાદ મુજબ તેમની હોન્ડા કંપનીની મોટર સાયકલ નં GJ 22 L 5858 જેની અંદાજીત કિ.રૂા.૨૫,૦૦૦ ની તા-૧૦/૧૦/ ૨૦૨૧ ના રાતના કલાક ૦૨/૦૦ થી સવારના ૦૬/૦૦ વાગ્યાના અરસા દરમ્યાન તેમના ઘરના આંગણામા સ્ટેરીંગ લોક કરી મુકેલ હતી જેનું સ્ટેરીંગ લોક તોડી કોઇ અજાણ્યા ચોર ઉપાડી જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:53 pm IST)