Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરતના ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન મુદ્દે ખેડૂતોમાં રોષ

સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી

સુરત:હાલ ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જેમાં સોમવારે ઉભા પાક પર અધિકારીઓ દ્વારા બુલડોઝર ફેરવી દેવાયા બાદ ખેડૂતો રોષે ભરાયા છે અને સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન બાદ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી.

ઉમરાથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જોકે એના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. ગત રોજ બાદ આજે પણ વિરોધ કરી કામગીરી અટકાવવામાં આવી હતી . ખેડૂતોએ જમીન સંપાદન કરનારા અધિકારીને સ્થળ પર બોલાવવા માગ કરી હતી . જ્યારે ખેડૂતોએ સ્થળ પર હાજર પોલીસ અને રેલવે અધિકારીઓનો ઘેરાવ કરી ધરણાં પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ કલેક્ટર કામગીરી અટકાવવાની પરમિશન આપશે તો ચાલ્યા જઈશું કહેતા ખેડૂતો કલેક્ટરને મળવા પહોંચ્યા હતા. ખેડૂતોએ આવેદન પત્ર પાઠવી કલેક્ટરને રજૂઆત કરી હતી અને જમીન સંપાદનના મુદ્દે તેઓને ન્યાય મળે તેવી માંગ કરી હતી

(8:26 pm IST)