Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે હાર્દિક પટેલની હાઇકોર્ટમાં અરજી

ત્રણ મહિના સુધી ગુજરાત બહાર જવા મંજૂરી માંગી

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાત બહાર જવા દેવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાર્દિકે રાજદ્રોહ કેસની જામીનની શરતમાં છૂટ મેળવવા માટે અરજી દાખલ કરી છે. હાર્દિક પટેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરાઈ છે કે તેમને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવા મંજૂરી આપવામાં આવે

 અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સેશન્સ કોર્ટે હાર્દિકની ગુજરાત બહાર જવા દેવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ સામે લાદવામાં આવેલા રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિકને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા. આ શરતમાં હંગામી 

અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની જામીનની શરતમાં છૂટ આપવાનો ઇનકાર કરતા જણાવાયું હતું કે હાર્દિકના રેકોર્ડને ધ્યાને લેતા માલુમ થાય છે કે કોર્ટની કાર્યાવહીમાં વિલંબ કરવા માંગે છે, આવી સ્થિતિમાં તેને ગુજરાત બહાર જવા દેવાની મંજૂરી આપી શકાય નહિ. અમદાવાદ સેશન્સ કોર્ટમાં હાર્દિકની જામીનની શરતમાં ફેરફારની માંગ કરતી અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે દલીલ કરી હતી કે હાર્દિક રાજદ્રોહ કેસની 61 મુદત દરમિયાન હાજર રહ્યો નથી. કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ તેની સામે ઘણીવાર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. હાર્દિકને જો ગુજરાત બહાર જવાની મંજૂરી આપવામાં આવશે તો નિયમોનું પાલન કરશે નહિ. હાર્દિક પટેલ સામે રાજદ્રોહ સહિત કુલ 36 અલગ અલગ ગુના દાખલ છે.

ઉલ્લેખનીય છે કે 2015 GMDC ગ્રાઉન્ડમાં જાહેર કાર્યક્રમ બાદ અચાનક હિંસા ફાટી નીકળી હતી અને હાર્દિક સહિત કેટલાક લોકો પર સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.

(7:46 pm IST)